ઊંઝા તાલુકાના દાસજ ગામે ભેંસોના દૂધ દોહવાના દવાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરતી મહેસાણા એસઓજી 

શેર કરવા અહીં ક્લિક કરો.

ભેંસોના દૂધ દોહવાના પ્રતિબંધિત દવાના જથ્થાના વેપાર કરતાં શખ્સને ઝડપી પાડતી મહેસાણા એસઓજી 

ઊંઝા તાલુકાના દાસજ ગામે પ્રતિબંધિત દવાના જથ્થાનો વેપાર કરતાં શખ્સને ઝડપી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 07- મહેસાણા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ઝડપી આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના આપેલા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજીની ટીમે ઊંઝા તાલુકાના દાસજ ગામેથી ગેરકાયદેસર પ્રતિબંધિત ભેંસોને દૂધ દોહવાના પ્રતિબંધિત દવાનો જથ્થો રાખી વેચાણ કરતાં શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ  એસઓજી પીઆઇ એ.યુ.રોઝ, પીએસઆઇ એમ.એ.જોષી, પીએસઆઇ વી.એ.સિસોદીયા, હેકો. દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, પો.કો. ધરમસિંહ, સંજયકુમાર, વિશ્વનાથસિંહ, આશારામ, દિગ્વિજયસિંહ, સહિતનો પોલીસ સ્ટાફ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કો.ધરમસિંહ તથા સંજયકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે,

દેવીપૂજક દિલીપ સુરેશભાઇ રહે. દાસજ ગોગા મહારાજ મંદિરની સામે તળાવના કિનારે દેવીપૂજકવાસવાળો ગેરકાયદેસર રીતે દૂધાળા પશુઓના દૂધ દોહવાના ઇન્જેકશનમાં વપરાતી દવાની બોટલો રાખી વેપાર કરે છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતાં શખ્સ પાસેથી દૂધાળા પશુઓને દૂધ દોહવા સારુ ઇન્જેકશનમાં વપરાતી પ્રતિબંધિત દવાની બોટલ નંગ 150 કિંમત રુપિયા 15 હજાર સાથે ઝડપી પાડી ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યોં હતો. આમ મહેસાણા એસઓજીની ટીમે સફળ કામગીરી કરી આરોપીની ઝડપી પાડ્યોં હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.