મહેસાણા એસઓજીની ટીમે હપહરણના આરોપમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીને છેક સુરત મુકામેથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપીએ એક સગીર વયની યુવતીનુ અપહરણ કરી ફોસલાવીને ભગાડી ગયો હતો.
મહેસાણા જીલ્લાના લાડોલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ હતી કે, વિજાપુર તાલુકાના આંબલીયાસણ ગામનો ઠાકોર નિકુલજી કાંતિજી એક સગીર વયની યુવતીનુ અપહરણ કર્યુ છે. જેમાં તેને સગીરાને ફોસલાવીને ભગાડી ગયો હતો. જેથી પોલીસ આરોપીની શોધખોળમા હતી ત્યારે એસઓજીની ટીમે આરોપીને ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપી સહીત સગીરાને સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ રણછોડનગરમાંથી શોધી કાઢ્યા હતા.
સગીરાને તેમના વાલીને સુપરત કરી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યો છે.