મહેસાણા એસઓજીની ટીમે બાઈક ચોરી કરતા ઈસમને નંદાસણ પાસેથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપીએ અન્ય ગુનાઓ પણ કબુલ્યા હતા. એસઓજી ટીમને બાતમી મળી હતી કે, એક ઈસમ નંદાસણથી કડી તરફ નંબર પ્લેટ વગરનુ બાઈક લઈને પસાર થનાર છે. જેના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જીલ્લામાં વાહન ચોરીના બનાવો સામે આવતાં પોલીસને આ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના મળેલ છે. જેથી વાહનચોરીના આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા પોલસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે, નંદાસણથી કડી તરફના રોડ પર એક ઈસમ નંબર પ્લેટ વગરનુ ચોરીનુ બાઈક લઈને ફરે છે. જેથી પોલીસે રાજા ઈન્ડસ્ટ્રી પાસે વોચ ગોઠવી તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી વાહનના ડોક્યુમેન્ટ માંગવામાં આવતા તેને ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં કડક પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, આજથી 4 દિવસ પહેલા તેને કડીના સરદાર બાગ પાસેથી GJ-02-AS-9083 નંબરવાળુ ડીસ્કવર બાઈક ચોરી કર્યુ હતુ. આ સીવાય તેને છત્રાલ રોડ પર આવેલ જીઆઈડીસી પાસેથી પણ બીજુ એક બાઈક ચોરી કર્યાનુ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો – કડીના કૈયલ પાસેથી વિદેશી દારૂનુ કટીંગ કરતો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો, 4 વિરૂદ્ધ ગુનો દાખલ
આથી પોલીસે આરોપી અળખુ ઉર્ફે અખીલજી નાથુજી ઠાકોર, રહે – ઠાકોરવાસ, ડાભલા, તા.વિસનગરવાળાની 3 વાહનો સાથે અટકાયત કરી શહેરના બી ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સદર આરોપી વિરૂધ્ધ કલોક પોલીસ મથકે 3 તથા વસઈ પોલીસ મથકે 1 વાર ગુનો દાખલ થયેલ છે.