બાવલુથી અપહરણ કરાયેલ સગીર બાળકને મહેસાણા SOG ની ટીમે શોધી કાઢ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ એક સગીર વયના બાળકને જીલ્લાની એસઓજી ટીમે શોધી કાઢ્યો છે. થોડા દિવસો પહેલા બાવલુ પોલીસ મથકે એક સગીર વયનુ બાળક અપહરણ થયાનો ગુનો નોંધાયો હતો. જેથી પોલીસની ટીમે ગુમ થયેલ બાળકને શોધી કાઢવા ચક્રોગતીમાન કર્યા હતા.

આ પણ વાંચો – કડી વિડજ ગામ ભુત તલાવડી પાસે મોનીટરીંગ સેલ ની રેડ માં દેશી દારૂ બનાવતો શખ્સ ઝડપાયો

મહેસાણા એસઓજી ટીમને અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના મળેલ છે. જેથી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાને તેમને બાતમી મળી હતી કે, બાવલુ પોલીસ મથકે સગીર બાળક અપહરણ થયાનો ગુનો નોંધાયો હતો. જે બાળક હાલ ઈજપુરાથી મેમદપુર જવાના રસ્તા વચ્ચે ઉભેલો છે. જે બાતમી આધારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બાળકને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા એસઓજીની ટીમે આ કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની મદદથી પાર પાડી હોવાનુ સામે આવ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.