— ગામડાઓની સીમમાં શિકાર કરવાના ઇરાદે બંદૂક લઇ ફરતો હતો
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ પંથકમાં ગામડાઓની સીમમાં શિકાર કરવાના ઇરાદે એક ઈસમ ગેરકાયદેસર બંદૂક સાથે સીમમાં ફરી રહ્યો હતો. જેની બાતમી મહેસાણા એસઓજી ટીમને મળતા બંદૂક સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો.
મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ એ.યુ.રોઝ અને તેમની ટીમ નંદાસણ પાસે આવેલા ધનાલી ગામની સીમમાં પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, ધનાલી ગામની સિમમાં આવેલા આલમપુર જતા રોડ પર નવા બની રહેલા મંદિર પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં એક ઈસમ બંદૂક સાથે ફરી રહ્યો છે.
બાતમી આધારે એસઓજી ટીમે બાતમી વાળી જગ્યા પર જઈને બંદૂક સાથે ફરી રહેલા સિંધી (ડફેર) રસુલખાને ગેરકાયદેસર બંદૂક સાથે દબોચી લીધો હતો. તેમજ તેની પાસે રહેલી એક નાળ વાળી દેશ બંદૂક જેની કિંમત 2 હજારના મુદ્દામાલને કબ્જે કરી વધુ તપાસ માટે ઝડપાયેલા ઈસમને નંદાસણ પોલીસને સોંપવામાં આવ્યો હતો
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી