વિજાપુર તાલુકાના સરદારપુરા ગામેથી ચોરીના મોબાઇલ સાથે ઉભેલા દર્શનને મહેસાણા એસઓજીએ જેલના દર્શન કરાવ્યાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એસઓજીની ટીમે 18499ની કિંમતના ચોરીના મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોં 

વિજાપુર પોલીસ મથકે ઝડપાયેલા આ મોબાઇલ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી 

ગરવી તાકાત, મહેસાણા તા. 27 (Sohan Thakor) – મહેસાણા એસઓજીની ટીમ વિજાપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતી તે દરમિયાન વિજાપુર તાલુકાના સરદારપુરા ગામે ચોરી કરેલા મોબાઇલ સાથે ઉભેલા એક શખ્સને 18499ની કિંમતના ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં મોબાઇલ ચોરીની ફરિયાદો વિવિધ પોલીસ મથકે નોંંધાય છે. અનેક મોબાઇલ ચોર ઇસમો ભીડભાડવાળી જગ્યાઓનો લાભ લઇ મોબાઇલ ખિસ્સામાંથી સેરવી લેતાં હોય અથવા તો નજર ચુકવી મોબાઇલ ચોરી તેમજ બાઇક પર મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ જતાં હોય છે ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ વી.એ.સીસોદીયા, એહેકો. નરેશકુમાર, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ તથા પોકો. ધરમસિંહ, સંજયકુમાર, મુકેશદાન સહિતનો સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન અહેકો. નરેશકુમાર તથા સંજયભાઇને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે સરદારપુર ગામે એક શંકાસ્પદ શખ્સ મોબાઇલ સાથે ઉભો છે જેને પગલે એસઓજીની ટીમ સરદારપુર પહોંચી શંકાસ્પદ શખ્સને ઝડપી પુછતાછ કરતાં ઇસમે તેનું નામ દર્શન પુંજાભાઇ પટેલ રહે. સરદારપુર લક્ષ્મીવાસ, તા. વિજાપુરવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોબાઇલની પુછપરછ કરતાં તેને આ મોબાઇલ સાત દિવસ અગાઉ તેના મિત્ર રાજ પટેલ રહે. ગુંદરાસણ તા. વિજાપુરવાળા પાસે લીધો હોવાનું જણાવ્યું હતું જ્યારે આ મોબાઇલ બાબતે એસઓજીની તપાસમાં આ મોબાઇલ ચોરીનો હોવાનું અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું બહાર આવતાં શખ્સ પાસેથી મોબાઇલ કબજે કરી વિજાપુર પોલીસને સોપ્યોં હતો. આમ મહેસાણા એસઓજીની ટીમે મોબાઇલ ચોરીના વણઉકલ્યા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.