ગરવીતાકાત,મહેસાણા: માન. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર તથા માન. પોલીસ મહાનિર્દેશકશ્રી એ.ટી.એસ ગુ.રા અમદાવાદ તથા માન. પોલીસ મહાનિરિક્ષકશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ નાઓએ માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોની શોધી કાઢી કેશો કરવા સુચના કરેલ જે આધારે પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વિસનગર તાલુકા પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી. પી.કે.પ્રજાપતિ તથા એસ.ઓ.જી.મહેસાણા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ચંપાવત તેમજ એસ.ઓ.જી સ્ટાફના UHC જયવિરસિંહ, ભરતજી, કિરણજી, PC મહેશભાઇ, જવાનસિંહ, કેયુરકુમાર, હેમેન્દ્રસિંહ વિગેરે એસ.ઓ.જી સ્ટાફના માણસોએ એસ.ઓ.જી.ના અનાર્મ હેડ કોન્સ. ભરતજીને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ઉપરોકત પોલીસ સ્ટાફના અધિકારી/સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં મુસ્તુફા સન/ઓફ નાજીભાઇ દોસુભાઇ શેખ રહે.કસાઇવાડો, ચૌહાણ વાસ, વિજાપુર તા.વિજાપુર વાળો પોતાના ઘરે હાજર મળી આવેલ. અને ગેરકાયદેસર ગાંજા બાબતે તેના રહેણાંક મકાનની પંચો તથા પોલીસ સ્ટાફ સાથે ઝડતી તપાસ કરતાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ચોખ્ખું વજન ૨ કિલો ૨૬૪ ગ્રામ કી.રૂ.૨૨૬૪૦/- નો લોખંડના ત્રાંજવા તથા બાટ કી.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૨૩૧૪૦/- ના વગર પાસ પરમીટના ગાંજાના જથ્થા સાથે સદરી ઇસમને પકડી પાડી વિજાપુર પો.સ્ટે. એન.ડી. પી.એસ.એકટ ૧૯૮૫ની કલમ ૮સી,૨૦ બી,૨૯ મુજબ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Contribute Your Support by Sharing this News: