પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ એ.ટી.એસ. ચાર્ટર લગતની કામગીરી શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. પો.સબ ઈન્સશ્રી.એમ.ડી.ચંપાવત તેમજ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ. જયવીરસિંહ, વિરેન્દ્રસિંહ,ચેતનકુમાર,શૈલેષભાઇ, ભીમાભાઇ,કેયુરભાઇ તથા અનાર્મ પો.કોન્સ. હેમેન્દ્રસિંહ, જવાનજી,ભરતભાઇ વિગેરેનાઓ કડી  પો.સ્ટે. વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરીમાં હતા દરમિયાન અનાર્મ હેડ કોન્સ. જયવીરસિંહ, તથા અ.પો.કોન્સ. હેમેન્દ્રસિંહ નાઓને સંયુકતરીતે ખાનગી બાતમી મળેલ કે ,ચાલાસણ તા.કડી ગામની સીમમાં રહેતો ઠાકોર (મકવાણા) જયંતીજી શંકાજી મુળ રહે. ચાલાસણ ચામુડામાતાનો વાસ હાલ રહે.ચાલાસણ સીમ તા.કડી જી.મહેસાણા વાળો ચાલાસણ ગામનીસીમમાં બાબુજી શીવાજી ના ખેતરમાં ગેરકાયદેસરની વગર પાસ પરમીટની લાયસન્સ વગરની બંદુક રાખે છે. જે બાતમી હકીકત આધારે ઉપરોકત એસ.ઓ.જી.ના પોસઇશ્રી એમ.ડી.ચંપાવત તથા સ્ટાફના માણસો/પંચો સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં ઠાકોર (મકવાણા) જયંતીજી શંકાજી મુળ રહે. ચાલાસણ ચામુડામાતાનો વાસ હાલ રહે.ચાલાસણ સીમ તા.કડી જી.મહેસાણા વાળો હાજર મળી આવેલ. તેમજ ગેરકાયદેસરની બંદુક બાબતે તપાસ કરતાં એક દેશી હાથ બનાવટની બંદુક કી.રૂ.૨૫૦૦/- મળી આવેલ. જેથી ઠાકોર (મકવાણા) જયંતીજી શંકાજી મુળ રહે. ચાલાસણ ચામુડામાતાનો વાસ હાલ રહે.ચાલાસણ સીમ તા.કડી જી.મહેસાણા વાળાને અટક કરી તેના વિરૂધ્ધમાં શસ્‍ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ ૨૫,(૧બી)(એ) મુજબ કડી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, મહેસાણા એસ.ઓ.જી.ને વધુ એક ગે.કા.દેશી બંદુક સાથે એક ઇસમને પકડવામાં સફળતા મળેલ છે.

Contribute Your Support by Sharing this News: