સગીર વયની કિશોરીને ભગાડી જઇ મોરબીમાં મઝા કરતાં પોસ્કો અને અપહરણના આરોપીને મહેસાણા એસઓજી દબોચી લાવી 

શેર કરવા અહીં ક્લિક કરો.

લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સરસાવના શખ્સ વિરુદ્ધ પોસ્કો અને અપહરણની ફરિયાદ નોંધાઇ હતી 

સગીર વયની કિશોરીને ભગાડી લઇ જઇ મોરબી ખાતે ટાઇલ્સની ફેકટરીમાં આવેલી ઓરડીમાં રહેતા હતા

એસઓજી પી.આઇ વાણીયા તથા પીએસઆઇ જોષી ટીમ સાથે આરોપીને પકડવા મોરબી પહોચ્યાં  

ગરવી તાકાત, મહેસાણા તા. 11 – (Sohan Thakor) – લાંઘણજ પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ પોક્સો જેવા ગંભીર ગુન્હામાં નાસતો ફરતો આરોપી તથા ભોગ બનનાર સગીર વયની કિશોરીને મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોરબીથી ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો તેમજ કિશોરીને તેના પરિવારને બોલાવી સોંપવામાં આવી હતી.

વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડ પર જામીન પર છૂટી જેલમાં હાજર ન થયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણીયના નેતૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ નિતીન, એહેકો. રાજસિંહ, પોકો. જયેશકુમાર, ધર્મેન્દ્રકુમાર, સચિનકુમાર, જયદેવસિંહ, સંજયકુમાર, પ્રદિપસિંહ, શક્તિસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ ટીમો બનાવીને લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે એહેકો. રાજસિંહ તથા અપોકો. જયેશકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363, 366 અપહરણ અને પોસ્કોની નોંધાયેલી ફરિયાદનો આરોપી રાકેશજી ઉર્ફે રીન્કુજી જોઇતાજી ઠાકોર રહે. સરસાવ ઠાકોરવાસ, તા. કડી હાલમાં મોરબી ખાતે આવેલ સ્પીનોરા ટાઇલ્સ કંપનીમાં નોકરી કરે છે અને કંપનીમાં આવેલ રહેણાંક રુમમાં રહે છે.

જે બાતમીના આધારે મહેસાણા એસઓજી પીઆઇ વાણીયા તથા પીએસઆઇ જોષી સહિતની  ટીમ મોરબી ખાતે સ્પીનોરા ટાઇલ્સ કંપનીમાં પહોંચી હતી જ્યાં ઘરમાં હાજર આરોપી રાકેશજી ઉર્ફે રીન્કુજીને દબોચી લીધા હતા જ્યારે સગીર વયની કિશોરીને પણ પકડી લાંઘણજ પોલીસ મથકે હાજર કર્યા હતા જ્યારે સગીરાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. આમ મહેસાણા એસઓજીની ટીમે પોસ્કો અને અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.