વસાઇ પંથકની કિશોરીનું અપહરણ કરી ભગાડી જનાર ભચાઉના શખ્સને મહેસાણા એસઓજીએ દબોચી લીધો 

શેર કરવા અહીં ક્લિક કરો.

છેલ્લા નવ માસથી પોસ્કો અને અપહરણના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા એસઓજીના સકંજામાં

મહેસાણા રાધનપુર સર્કલ પાસે ઉભો હોવાની બાતમી મળતાં એસઓજીની ટીમ ત્રાટકી 

ગરવી તાકાત, મહેસાણા તા. 30 – વસાઇ પંથકમાંથી 17 વર્ષીય કિશોરીનું અપહરણ કરનાર ભચાઉનો શખ્સ પોસ્કો અને અપહરણના ગુનામાં છેલ્લા નવ માસથી પોલીસને ચકમો આપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો જે શખ્સને મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા રાધનપુર સર્કલ પાસેથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ આચરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાના મહેસાણા ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એ.એન. દેસાઇના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.એ।.જોષી, પીએસઆઇ વી.એ।. સિસોદીયા, હેકો. હિતેન્દ્રસિંહ, હેકો. વિજયભાઇ, હેકો. જીતેન્દ્રભાઇ પોકો. વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, સંજયભાઇ, પોકો. ધમશીભાઇ, પોકો. આશારામ, પોકો. મહાવીરસિંહ, તથા મુકેશદાન સહિત વિવિધ ટીમો બનાવી મહેસાણા ખાતે પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પોકો. વિશ્વનાથસિંહ, પ્રતાપસિંહ તથા મહાવીરસિંહને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, વસાઇ પોલીસ સ્ટેશનમાં પોસ્કો તેમજ અપહરણના ગુનામાં છેલ્લા નવ માસથી પોલીસને હાથતાળી આપી ભાગી રહેલો કિશોરીને ભગાડી જનાર શખ્સ કપિલ રામપ્રસાદ રહે. ભચાઉ, અંબિકાનગરવાળો મહેસાણા રાધનપુર ચોકડી પાસે ઉભો છે. જે બાતમી મળતાં એસઓજીની ટીમ રાધનપુર સર્કલ પહોંચી આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.