સગીરાનુ અપહરણ કરવાના આરોપમાં સંડોવાયેલ 18 વર્ષીય યુવકને મહેસાણા SOGએ ઝડપી પાડ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એસઓજીની ટીમે એક 18 વર્ષના યુવાનને સગીરાનુ અપહરણ કરવાના આરોપમાં ઝડપી પાડ્યો છે. જેમાં યુવાન વિરૂધ્ધ વિસનગર તાલુકા  પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી 18 વર્ષીય યુવાને ઝડપી પાડવા જીલ્લા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા. આ કથીત ગુનામાં સંડોવાયેલ યુવાનને ઝડપી પાડવા એસઓજી ટીમને સફળતા મળી છે.

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના સમૌ ફુલવાડી ગામનો રાવળ રાહુલ રાજુભાઈ નામના 18 વર્ષીય યુવાન વિરૂધ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો કે, તેને એક સગીરાનુ અપહરણ કરી નાશી ગયેલ છે. જેથી મહેસાણા એસઓજીની ટીમે આ યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહેસાણા એસઓજીના માણસોને બાતમી મળી હતી કે, આ યુવક અત્યારે પાટણ જીલ્લામાં આવેલ ચાણસ્મા તાલુકાના ઝીલીયાના બસસ્ટેન્ડ આગળ ઉભેલ છે. જેથી ગતરોજ ટીમે સ્થળે પહોંચી યુવક તથા સગીરાને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વિસનગર પોલીસ મથકે સોંપી દીધા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.