ગરવી તાકાત,કડી: કડીના સરસાવ ગામમાંથી મહેસાણા એસ.ઓ.જી.એ એક ઈસમનો ગેરકાયદેસર રીવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. યુ.પી નો આ શખ્સ રીવોલ્વર વેચવા માટે ઉભો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હોવાનુ સામે આવ્યુ છે. જે પોલીસે ચોક્કસ બાતમી આધારે આ કાર્યવાહી પુરી કર્યાનુ સામે આવેલ છે.
આ પણ વાંચો – વલસાડ: બસ લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા બસનો કચ્ચરઘાણ,20 મુસાફર ઘાયલ
મહેસાણા એસ.ઓ.જી. ને ચોક્કસ બાતમી મળેલ હતી કે કડીના સરસાવ ગામના પાટીયા નજીક એક યુપીનો શખ્સ દેશી બનાવટ વાળી રીવોલ્વર વેચવા માટે ઉભો છે. જેને નેવી બ્લ્યુ કલરનુ પેન્ટ તથા પ્રીન્ટેડ શર્ટ પહેરેલ છે. જેની પાસે દેશી બનાવટવાળી પાંચ રાઉન્ડ ફાઈર કરી શકે એવી રીવોલ્વર એની પાસે છે જે અહિ વેંચવા ખાતર આવ્યો છે. આવી ચોક્કસ બાતમી મહેસાણા એસ.ઓ.જી. ને મળતા પોલીસ ત્યા પહોંચી આ વ્યક્તિને દબોચી લીધો હતો. આ તીવારી અનુજ જગન્નાથ નામના ઈસમનો રીવોલ્વરનુ લાયસન્સ માંગતા તેમની પાસે કોઈ લાયસન્સ નહોતુ. જેથી આ યુપીના તીવારી અનુજ નામના શખ્સ પાસે રીવોલ્વરની વિગત માંગતા તેને જણાવેલ કે તે અહિ દેશી તમંચાં વેચાવા માટે આવેલ છે તથા તેની પાસે કોઈ લાયન્સ નથી. જેથી શખ્સની મહેસાણા એસ.ઓ.જી. એ ધરપકડ કરી તેના વિરૂધ્ધ નદાંસણ પો.સ્ટે. આર્મ્સ એકટ 1959 ની
કલમ 25(1) બી.એ. મુજબનો ગુન્હો રજીસ્ટર દાખલ કરી આવા અન્ય રાજ્યોમાં બનેલા ગેરકાયદેસર શસ્ત્રો તેઓ રાજ્યમાં કેવી રીતે અને કેટલા ઘુસાડ્યા છે એ અંગે પણ તપાસ શરૂ કરવામાંં આવી છે.