મહેસાણા એસ.ઓ.જી.એ વચગાળાના નાશતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. કાચા કામનો આરોપી તેના જામીન લઈ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયેલો. જેને બાતમી આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
કાચા કામનો આરોપી પટેલ જીગ્નેશ ભોગીલાલ જામીનમાંથી છુટ્યા બાદ પોલીસની નજરોમાંથી નાશતો ફરતો હતો. પરંતુ મહેસાણા એસ.ઓ.જી.ને ચોક્કર બાતમી મળી હતી કે સદર આરોપી તેના જ ઘરે અંબીકા સોસાયટી,મહેસાણા રોડ,વિસનગર ખાતે હાજર છે. જે આધારે મહેસાણા એસ.ઓ.જી.એ આરોપીને ઝડપી પાડ્યો હતો.