ગરવી તાકાત મહેસાણા : એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક ઇસમ ચોરી કરલે બાઇક પેશન પ્રો બાઇક લઈને ફરે છે અને આ ઇસમ મોટરસાયકલ લઈ છત્રાલ થી કડી તરફ આવી રહ્યો છે
જે હકીકતે ના આધારે ચોરી કરેલ ઈસમ ને બાઇક સાથે દેવીપુજક સંજયભાઈ ઉર્ફે ફ્લ્લો રહે સરકારી દવાખાના પાસે તળાવ નજીક,કડી જે ચોરી કરેલ પેશન પ્રો બાઇક રજીસ્ટ્રેશન નંબર GJ 38 A.C. 9590 નું બાઇક જેની કિંમત 20,000/- એ પકડી પાડી અને આ મોટરસાયકલ મૂળ વિરમગામ ટાઉન ખાતે ચોરી થયેલ જણાવેલ છે તેવી કબુલાત કરતા આ ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ કડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી