ભગત કી કોઠી ટ્રેનમાંથી 13 લાખના સોનાના દાગીના ભરેલી બેંગની ચોરીનો ભેદ ઉકેલતી મહેસાણા રેલવે અને રેલવે એલસીબી પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

દાદર જઇ રહેલી મહિલાની 13 લાખના દાગીના ભરેલી બેંગ ત્રણ ગઠિયા તફડાવી ગયા હતા 

ચાલુ ટ્રેનમાં ઝુલાસણ નજીકથી આધ્રપ્રદેશના 3 ગઠિયા બેગ ચોરી કરી ગયા હતા 

ગત તા. 29 ડિસેમ્બરના રોજ મહિલાએ મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી 

ગરવી તાકાત, મહેસાણા તા. 24 – રેલવે ટ્રેનમાં સફર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે કારણ કે ટ્રેનમાં પેસેન્જરની ઊંઘ કે નજર ચૂકવીને ગઠિયાઓ તેમનો સામાન કે મોબાઇલ સહિતની વસ્તુઓ તફડાવી ફરાર થઇ જતાં હોય છે ત્યારે આવી જ એક ઘટનામાં 13 લાખના સોનાના દાગીના ભરેલી બેગની ગત તારીખ 29 ડીસેમ્બરના રોજ અજાણ્યા ગઠિયા ચોરી કરી ગયા હતા જે ચોરીનો ભેદ ઉકેલવામાં આખરે મહેસાણા રેલવે એલસીબી અને રેલવે પોલીસ સફળતા મેળવી બે ગઠિયાઓને દબોચી લાવી જેલમાં ધકેલી રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

રેલવે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ દાદર જઇ રહેલી ભગત કી કોઠી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાની 13.04 લાખના સોનાના દાગીના ભરેલી બેગ ઝુલાસણ નજીક ચાલુ ટ્રેનમાંથી કોઇ અજાણ્યા ગઠિયા તફડાવી ગયા હતા. જે બાબતે મહિલાએ મહેસાણા રેલવે પોલીસમાં 13 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે બાબતની તપાસ રેલવે એલસીબી અને મહેસાણા રેલવે  PSI SK રાવલ ચલાવી રહ્યા હતા અને આખરે તપાસ દરમિયાન આધ્રપ્રદેશના ગુટકલના ત્રણ શખ્સોએ ભેગા મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યોં હોવાનું તપાસમાં બહાર આવતાં મોહસીન નામના શખ્સને આધ્રપ્રદેશના ગુટકલથી દબોચી લીધો હતો.

જ્યારે શિવા નામના શખ્સને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હૈદ્રાબાદથી ઝડપી લેવાયો હતો. આ બંને ગઠિયાઓને ઝડપી મહેસાણા રેલવે પોલીસે મોહસીન નામના ગઠિયાને 6 દિવસના રીમાન્ડ અને શિવા નામના ગઠિયાને 3 દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યાં છે. આમ આખરે મહેસાણા રેલવે પીએસઆઇ એસ.કે.રાવલ તથા રેલવે એલસીબીએ સફળ કામગીરી કરી આખરે બે ગઠિયાઓને દબોચી લીધા હતા. જ્યારે ત્રીજા ગઠિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.