મહેસાણા જીલ્લા તોલમાપ અધિકારી તથા નાયબ નીયતંત્રકની ટીમ દ્વારા વી માર્ટ શોપીંગ મોલની આકસ્મીત મુલાક લેતા અનેક પ્રોડક્ટો એવી મળી હતી જેમાં તેઓ વેચાણ કીમંત કરતા વધારે કીમતે માલ વહેચી લોકોને લુંટવાનુ કામ કરી રહ્યા હતા. તેમજ સીલબંધ પેકેજો પર કોઈપણ પ્રકારના નિર્દેશનો ન કરવા અંગે વિ માર્ટ નિ વિરૂધ્ધ તોલમાપ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રોસીક્યુશનનો કેસ દાખલ દાખલ કરવામાં આવ્યો છે.
ગ્રાહકો શોપિંગ માટે, ગૃહ વપરાશની ચીજોની ખરીદી માટે ખાસ કરીને મોટા-મોટા શોપિંગ મોલમાં ખરીદી કરવા જતાં હોય છે કે જ્યાંથી ગ્રાહકને લગભગ તમામ પ્રકારની ખરીદી એક જ સ્થળેથી કરી શકે અને ગ્રાહકો જાતે જ પોતાને જરૂરી હોય તેવી ચીજ વસ્તુઓની જાતે જ પસંદગી/ચકાસણી કરી ખરીદી કરી શકે છે.
મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી અને નાયબ નિયંત્રકની ટીમ દ્વારા મહેસાણા -અમદાવાદ હાઇવે પર આવેલ “વી-માર્ટ” શોપિંગ મોલની આકસ્મિક મુલાકાત લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. તોલમાપ કચેરીને મળેલ ફરીયાદની વિગતોની માહિતી બાબતે તપાસ હાથ ધરાઇ હતી. “વી-માર્ટ” શોપિંગ મોલ ખાતેથી ગ્રાહકે ખરીદી કરેલ “જોન્સન એન્ડ જોન્સન બીબી વાઇપ”ના સીલબંધ પેકેજ પર મહત્તમ વેચાણ કિંમત રૂ.230/-ના બદલે “વી-માર્ટ” દ્વારા ગ્રાહક પાસેથી રૂ.245/- વસૂલ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે “વી-માર્ટ” શોપિંગ મોલ ખાતે હાજર જવાબદાર વ્યક્તિઓની સઘન પૂછપરછમાં તેઓએ આ માનવીય ભુલ બનવા પામેલ હોવાનું જણાવેલ અને આ બાબતે તેઓ દ્વારા ગ્રાહકને માફી માંગવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.
આ પણ વાંચો – મહેસાણામાં એમેઝોન-સ્નેપડીપ સાઈડ પર તોલમાપ વિભાગના દરોડા, ત્રણ પ્રોડક્ટ સામે કાર્યવાહી
પરંતુ ગ્રાહક પાસેથી આ સીલબંધ પ્રોડક્ટના પેકેજ પર છાપેલી કિંમત કરતા રૂ.15/- વધારે વસૂલાત “વી-માર્ટ” દ્વારા કરવામાં આવેલ હોવાનું “વી-માર્ટ”ના હજર જવાબદાર વ્યક્તિઓ પાસેથી મેળવેલ આધાર પુરાવા પરથી સાબિત થતા ધી લીગલ મેટ્રોલોજી એક્ટ- 2019 અન્વયે કાયદા/ નિયમોની જોગવાઇઓના ભંગ સબબ વી-માર્ટ સામે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુમાં આ શોપિંગ મોલમાં અન્ય પ્રોડક્ટ્સ બાબતે પણ તપાસ હાથ ધરતા ગ્રાહકોને ખરીદી માટે વેચાણ અર્થે રાખવામાં આવેલ સીલબંધ ચણાના પેકેજ પર નિયમાનુસાર કરવાના ઘણા ફરજિયાત નિર્દેશનો પૈકીનું એકપણ નિર્દેશન કરવામાં આવેલ ન હતા.જે અંતર્ગત ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2019 માં દર્શાવેલ કાયદા/ નિયમોની જોગવાઇઓના ભંગ થયેલ માલુમ પડેલ હોવાથી વી-માર્ટ ના શોપિંગ મોલ ખાતે રાખેલ ઉપરોક્ત ૨૪ નંગ સીલબંધ ચણાના પેકેજ જપ્ત કરી વી-માર્ટ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ જ ટીમ દ્વારા સન 2018માં આજ “વી-માર્ટ” મોલમાં છાપેલી કિંમત કરતા વધારે ભાવ લેવા અંગે ગુનો નોંધવામાં આવેલ હતો. આમ તોલમાપ વિભાગની વી-માર્ટ ખાતેની સઘન તપાસ દરમિયાન વી-માર્ટ સામે ગ્રાહક પાસેથી છાપેલી કિંમત કરતાં વધારે ભાવ લેવા બાબત તેમજ સીલબંધ પેકેજો પર કોઈપણ પ્રકારના નિર્દેશનો ન કરવા અંગે કાયદેસર કાર્યવાહી હાથધરી વી-માર્ટ સામે પ્રોસીક્યુશન કેસ કરવામાં આવેલ છે.