મહેસાણા પોલીસે સાયલેન્સર્સની ચોરી કરતા 2 આરોપી CCTV ફુટેજની મદદથી ઝડપ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા સહીત અનેક વિસ્તારમાં વાહનના સાયલેન્સર્સ ચોરી થવાના બનાવો સામે આવતા રહેતા હોય છે એવામાં મહેસાણામાંથી બે આરોપીઓ ચોરીના સાયલેન્સર્સ સાથે ઝડપાયા છે. વાહન ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસ ડીપાર્ટમેન્ટ કાર્યરત છે એક વાહન સીસીટીવી કેમેરામાં સસ્પેક્ટેડ થયુ હતુ. જેથી તે વાહન સાથે 2 આરોપીઓને નાગલપુર પાસેથી દબોચી લેવાયા હતા.

આ પણ વાંચો – મહેસાણાના અરીહંત ફ્લેટ પાસેથી એક આરોપી સાથે દારૂ ભરેલી કાર ઝડપાઈ – ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ

 મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકના કર્મચારીઓ ચોરીના ગુનાઓને ડીટેક્ટ કરવા કાર્યરત હતા તે દરમ્યાન સીસીટીવી ફુટેજમાં મારૂતી સુઝુકીનુ GJ-05-JE-4335 સસ્પેક્ટેટ માલુમ પડ્યુ હતુ. જેથી આ વાહનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, સસ્પેક્ટેડ વાહન સાથે બે ઈસમો નાગલપુર વૃધ્ધાશ્રમ સામે આવેલી ખુલ્લી જગ્યામાં ઉભેલા છે. જેથી પોલીસની ટીમ તુંરત ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓને દબોચી લઈ તપાસ કરતા તેમની પાસેથી ચોરીના સાયલેન્સર્સ  મળી આવ્યા હતા.

આ પણ વાંચો – મહેસાણા LCBએ કડી વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડતા કડી પોલીસ ઉંઘતી ઝડપાઈ

ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરતા જણાવ્યુ હતુ કે, તારીખ 06/08/2021 ના રોજ તેમને મોઢેરા સર્કલ પાસેથી, જીઆઈડીસી રોડ પાસેની સોસાયટી, તથા નાગલપુર ગામ જેવા અલગ અલગ સ્થળેથી વાહનના સાયલેન્સર્સ ચોરી કર્યા હતા. જેથી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે વાહન પણ ઝપ્ત કરી મનસુરી જહીર મેહમુદભાઈ ઈસ્માઈલભાઈ, રહે – ફતેવાડી, બીસ્મીલ્લા મસ્જીદની પાછળ, સરખેજ રોજ, અમદાવાદ તથા શેર અરબાજ નીઝામભાઈ,8 શાહીનપાર્ક યુસુફ મસ્જીદ પાસે સરખેજ રોડ અમદાવાદવાળાની ધરપકડ કરી તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.