મહેસાણા પોલીસ દ્વારા વુદ્ધ નાગરીકો માટે “નમન આદર સાથે આપનાપન” કાર્યક્રમ શરૂ કરાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ કોરોના સંક્રમણની વધારે અસર જોવા મળી હતી. આ પરિસ્થિતિમાં રહેતા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા વૃદ્ધા વડીલોની દેખરેખ અને તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મહેસાણા જિલ્લાની અંદર રાજ્યના ડી.જી.પી આશિષ ભાટિયા દ્વારા શરૂ કરવામાં આવેલ નમન આદર સાથે અપના પન  કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી. જેના ભાગ રૂપે મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલના માર્ગદર્શનમાં  નમન આદર સાથે આપના પન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોનાના કપરા કાળમાં જિલ્લાના વડીલો અને વર્યાવૃદ્ધ નાગરિકોની દેખરેખ અને સારસંભાળ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નમન આદર સાથે અપનાપન નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમ દ્વારા વડીલોને ફોન કરી કોરોનાને લગતી માહિતી આપવામાં આવે છે. જો તેમના મનમાં નકારાત્મકતા હોય તો તેને દૂર કરવામાં આવે છે. રસીકરણ અંગે જાગૃત કરાય છે દવાથી લઇને કોઇપણ પ્રકારની જરૂરિયાત હોય તો તેને નોંધીને જે તે પોલીસ મથક ને જાણ કરીને મદદ પુરી પાડવામાં આવે છે.
મહેસાણા જિલ્લા પોલિસ વડા ડો.પાર્થરાજ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર  આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમની અંદર હાલના તબક્કે 1200 વધુ એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોનું અને સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા રજીસ્ટ્રેશન કર્યું છે.
ત્યારબાદ દરેક પોલીસ સ્ટેશન પર બે કર્મચારીઓની ટિમ બનાવવામાં આવી છે. જેમના દ્વારા તેમના વિસ્તારમાં આવતા વરિષ્ઠ નાગરિકોની રૂબરૂ મુલાકાત લઈ તેમને જરૂરી મદદ કરવામાં આવે. આ માટે ફોન પણ કરીને માહિતી મેળવવામાં આવે છે, તથા તેમની જરૂરિયાત મુજબ મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ ના સંચાલન માટે મહેસાણા જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે ચાલતા
સી.સી.ટી.વી ના નેત્રમ કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત કરવામાં આવ્યો  છે. જેના દ્વારા વરિષ્ઠ નાગરિકોને ફોન કરી તેમને દવા ,તથા તબિયત વિશે તથા તેમની કોઈ જરૂરત વિશે પૂછવામાં આવેછે.તેમને જો કોઈ પણ મદદની જરૂરત હોય તો જે તે પોલીસ મથક દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યક્રમ નું હેતુ એ છે કે આ મહામારી ના સમયમાં ઘણા લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા હોય ત્યારે પોલીસ દ્વારા માનવતા પૂર્ણય કાર્ય કરી  વરિષ્ઠ નાગરિકોને હુંફ આપવામાં આવી રહી છે
મહેસાણા  એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ ઇન્સ્પેકટર ભાવના મેહરિયા શાહેબ ના જણાવ્યા મુજબ અમારા વિસ્તાર ના 60 જેટલા સિનિયર સીટીઝન નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં

કોઈ સંતાન વિનાના છે તો વળી કોઈ ના સંતાનો પરદેશ માં છે તેમની અમે સમયાંતરે રૂબરૂ મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ જાણી  તેમને જરૂરી મદદ કરીએ છીએ આ માટે અમારી પી.સી.આર વાન પણ મોકલીએ છીએ તથા ટેલિફોન દ્વારા પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ખેર ખર આવી વિપરીત પરિસ્થિતિ માં પોલિસ ના કર્મચારીઓ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.