મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડે નાશતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડે આરોપીને કડીમાંથી ઝડપી પાડ્યો છે.
ભચાઉ-નેર દલિત એટ્રોસીટી મામલે મહેસાણા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી
કલોલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં હત્યા તથા હત્યાના પ્રયાસમાં આરોપી અમીત પટેલ ઉર્ફે કાળીયો સુરેશભાઈ, રહે છત્રાલ, જી.ગાંધીનગરવાળો અમદવાદ સેન્ટ્રલ જેલમાં બંદ હતો. પરંતુ પેરોલ બહાર નીકળી આરોપી ફરાર થઈ ગયો હતો. જે છલ્લા આઠ માસથી પોલીસના સીંકજામાંથી ફરાર હતો. જેથી આવા ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડવા રાજ્યના તમામ પોલીસ મથકોને સુચના મળેલ છે. મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડની ટીમને આ આરોપીની બાતમી મળતાં કડીમાં આવેલ લક્ષ્મીપુરા(આંદુદરા) ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીને મહેસાણા પોલીસ દ્વારા અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે.