મહેસાણા પોલીસ વડા ડો. પાર્થરાજ ગોહીલે 900 જેટલા કર્મચારીઓને સુર્યવંશી મુવી બતાવી પોલીસ પરિવારનો ઉત્સાહ વધાર્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના પોલીસ વડા પાર્થરાજ ગોહીલ દ્વારા જીલ્લાના 900 જેટલા પોલીસકર્મીઓને સુર્યવંશી મુવી બતાવવામાં આવી છે. મહેસાણાના વાઈડ એંગલમાં આ મુવી બતાવવામાં આવી હતી. રોહીત શેટ્ટીની આ એક્શન મુવીમાં નિષ્ઠાવાન પોલીસ કર્મીની કહાની છે. જે ફિલ્મની સ્ટોરીમાં બોમ્બ બ્લાસ્ટમાં પરિજન ગુમાવી ચુકેલો સુર્યવંશી(અક્ષયકુમાર) કેવી રીતે પોતાના ફર્ઝને  તેની પત્નિ અને પુત્ર કરતા આગળ રાખે છે. 

મહેસાણા પોલીસ વડા ડો. પાર્થરાજ ગોહીલ દ્વારા જીલ્લાના પોલીસકર્મીઓને સુર્યવંશી મુવી બતાવી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો છે.  પોલીસ કર્મીઓમાં પોતાની ફર્ઝ પ્રત્યે નિષ્ઠા વધે તે માટે આ મુવી બતાવવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. કેમ કે આ મુવી એક નિષ્ઠાવાન પોલીસ કર્મીની છે. જેમાં હીરો(અક્ષય કુમાર) 1993 ના બોમ્બ બ્લાસ્ટમાં પોતાનો પરિવાન ગુમાવી ચુક્યો છે તેમ છતાં તે આંતકીઓને ઝડપી પાડવા પોતાની પત્નિ અને પુત્રને પણ પાછળ છોડી દે છે.

 

તમને જણાવી દઈયે કે, મહેસાણા પોલીસે અગાઉ પણ વાઈડ એંગલમાં રોહીત શેટ્ટીની સીંઘમ મુવી પોલીસ અને તેમના પરિવારજનોને બતાવી હતી. એ ફિલ્મ પણ નિષ્ઠાવાન પોલીસકર્મીની કહાની હતી. ત્યારે ફરિવાર મહેસાણા પોલીસ વડાએ 900 થી વધુ પોલીસ કર્મીને સુર્યવંશી મુવી બતાવી પોલીસ કર્મીઓમાં જુસ્સો વધારવાનુ કામ કર્યુ છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.