ગરવી તાકાત,મહેસાણા
કલેક્ટરે 54 વીઘા જમીન ઉર્જા વિભાગ ને ફાળવી દેતા વિરોધ
સ્થાનિક સરપંચ સહિત આગેવાનોએ સખત વિરોધ કરી પુનઃવિચારણા કરવા આવેદનપત્ર આપ્યું.
બહુચરાજી તાલુકાના મોઢેરા નજીક સુજાણપુરા ગામની ગૌચર આશરે 54 વિઘા જમીન મોઢેરા પાસે સોલાર પ્લાન્ટ બનાવવા હેતુસર મહેસાણા જીલ્લા કલેકટર પોતાના હસ્તક લઇ ઉર્જા વિભાગ ને ફાળવી દેવાનો આદેશ કરતા ગ્રામજનો રોષે ભરાયા છે. આ હુકમ સામે પૂનઃ વિચાર કરવા સ્થાનીક ગ્રામ પંચાયત સરપંચની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આ પણ વાંચો – લાલાવાડા ગામે મનરેગા કૌભાંડ મુદ્દે મહિલાઓનું ટોળું કલેક્ટર ઓફિસે પહોંચ્યું
ઐતિહાસિક મોઢેરા ગામે વિકાસ કરવા હેતુસર અને ગામ ને સોલાર વિલેજ બનાવવા અંદાજિત 65 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મોઢેરા ગામે ગૌચર ઉપલબ્ધ નથી તેવું બહાનું આગળ ધરી મોઢેરા થી 10 કિમી દૂર આવેલા સુજાણપુરા ગામની 12 હેક્ટર ગૌચર જમીન સોલાર પ્લાન્ટ માટે લેવા જિલ્લા કલેક્ટર આદેશ કર્યો હતો.ગૌચર જમીન ને સરકારી પડતરમાં ફેરફાર કરી સોલાર પ્લાન્ટના આયોજન માટે ઉર્જા વિભાગને ગાંધીનગર સુપરત કરાઈ. આ જમીન ફાળવાયાની જાણ સ્થાનિક પંચાયત અને ગ્રામજનોને થતા ગામના લોકો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે.ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોઈ ગામના માલધારી સમાજમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગામની જમીન અન્ય ગામના વિકાસ માટે ઉપયોગ અન્ય ગામના વિકાશ માટે ઉપયોગ કરવા માટે સ્થનીકોમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. સોલાર પ્લાન મોઢેરામાં નખાય અને તેની સામે ગામની જમીન જાય તેમ છતા સુજાણપુરા ગામમાં કોઈ લાભ આપવા માટે તંત્રની તૈયારી નથી.
આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો
જેથી આ અંગે સુજાણપુરાના સરપંચની આગેવાનીમાં ગામલોકો દ્વારા આવેદનપત્ર તેમની માંગ તરફ ધ્યાન દોરવા માંગ કરી હતી.બક્ષીપંચ ની વસ્તી ધરાવતા સુજાણપુરા ગામના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે વિરોદ્ધના સુર ઉઠી રહ્યા છે.
મહેસાણા:ગૌચર જમીન સરકારી પડતર બતાવી સોલાર પ્લાન્ટ માટે ફાળવી દેતા તંત્ર સામે ભારે આક્રોશ