પ્લાસ્ટીક વિણતા લોકોને મહેસાણા નગરપાલિકા સુરક્ષા કીટ આપશે

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલિકાની સેનેટરી સમિતિની બુધવારે યોજાનારી બેઠકમાં શહેરમાં સફાઈ કામગીરી અને પ્રિમોનસુન કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે, શહેરમાં પ્લાસ્ટીક વીણતા આઈડેન્ટીફાઈ કરેલા 40 જેટલા લોકોને સુરક્ષા માટેની કિટ તેમજ પાલિકાના સફાઈ કામદારોને રેઈનકોટ આપવા સહિતનો નિર્ણય આ બેઠકમાં લેવાશે.

મહેસાણા નગરપાલિકાની સેનેટરીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, રોજમદાર તેમજ કાયમી સફાઈ કામદારોને ચોમાસા પહેલાં રેઈનકોટ આપવામાં આવશે. ઉપરાંત ખાસ કરીને શહેરમાં તેમજ ડમ્પીંગ સાઈડ પર કચરામાંથી તેમજ રસ્તા પર પડેલા વિવિધ પ્લાસ્ટીક વીણતા લોકો (રેક પીકર્સ)ની સુરક્ષા માટે તેમને અંદાજીત રૂ. 2100ની કિટ આપવાનો નિર્ણય લેવાશે. આ કિટમાં રેઈનકોટ, પીપીઈ કિટ, ટી-શર્ટ, કેપ, બુટ, માસ્ક ફર્સ્ટએઈડ બોક્સ, સેનેટાઈઝર જેવી ચીજોનો સમાવેશ કરાયો છે. ઉલ્લેખનિય છે કે, નગરપાલિકા દ્વારા શહેરમાં આવા 40 જેટલા રેકપીકર્સની ઓળખ કરાયેલી છે. જેમને આ કિટનો લાભ અપાશે.

આ સિવાય ચોમાસાની સિઝનમાં દવાનો છંટકાવ કરવા ફોગિંગ મશીન તૈયાર રાખવા, શહેરના મુખ્ય રસ્તા બ્રસિંગથી સાફ કરાવવાની કામગીરી અને તેનું ટેન્ડર ઝડપથી કરવું, પ્રિમોન્સુન કામગીરી, શહેરના વિવિધ વિસ્તારની સફાઈ, જે ટેન્ડર થઈ ગયા હોય તેની આગળની પ્રક્રિયા ઝડપી કરવી જેવા વિષયોની ચર્ચા કરી નિર્ણયો લેવાશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.