મહેસાણા નગરપાલિકાએ મોઢેરા રોડ પર ગોકુલ મેરિડિયનમાં 14 દુકાનોને સીલ કરાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

— 2.62 લાખ બાકી વેરો નહીં ભરતાં પાલિકાની કાર્યવાહી

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા નગરપાલિકાએ વર્ષો જૂના બાકી વેરા વસુલવા ઝુંબેશ હાથ ધરી છે. મંગળવારે મોઢેરા રોડ પર ટહુકો પાર્ટી પ્લોટ નજીક ગોકુલ મેરિડિયન માર્કેટમાં 17 દુકાનનો બાકી વેરો વસૂલવા ટીમ પહોંચી હતી. જેમાં પ્રથમ, બીજા અને ત્રીજા માળે અલગ અલગ માલિકીની 14 દુકાનનો કુલ રૂ.2,62,384 વેરો બાકી હોઇ ટીમ દ્વારા દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.

જ્યાં પાલિકાના સક્ષમ અધિકારીની મંજૂરી વગર દુકાનનું સીલ ખોલવું નહીં અને મંજૂરી વગર સીલ ખોલવામાં આવશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરાશે તેવી નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે ત્રણ દુકાનદારોએ સ્થળ પર રૂ.56,414 વેરો જમા કરાવતાં સિલિંગ ટળ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.