મહેસાણા પાલિકા પ્રમુખ મહિર પટેલ આ માથાના દુઃખાવા સમાન ગીત બંધ કરો કાં તો ઘંટડી રાખો કાં તો કોઇ ફિલ્મનું માત્ર સંગીત રાખો

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસના શાસનમાં મહેસાણા પાલિકામાં સફાઇ માટે બનાવેલા ગીતો ભાજપ જેમના તેમ ચલાવી રહી છે 

ભાજપ શાસિત મહેસાણા પાલિકા પ્રમુખ મિહીર પટેલ ‘‘ સુનો ભૈયા કચરે વાલી ગાડી મે કચરા ડાલો જી’’ આ ઢંગ ઢાળા વિના ગીતોથી શહેરની પ્રજા ત્રાહી ત્રાહી પોકારી ઉઠી છે 

ગરવી તાકાત, મહેસાણા તા. 11- (Sohan Thakor)  સમગ્ર ગુજરાતમાં જ્યારે અનામત આંદોલનનું રણશિંગું ફૂંકાયું હતું ત્યારે ગુજરાતમાં મોટાભાગની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય પાટીદારોના વિરોધના એવા તે પડઘા પડ્યાં હતા કે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનું શાસન સ્થાપિત થઇ ગયું હતું. આ સમય દરમિયાન મહેસાણા નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન સ્થાપિત થયું હતું.

આ સમય દરમિયાન મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ દ્વારા કચરા વિશે ગીત સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પસંદગી ગીતકારને નગરપાલિકા તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદારોનો વિરોધનો જુવાળ શાંત થયા બાદ તમામ ક્ષેત્રે ફરી ભાજપે મેદાન મારી લીધું ત્યારે હવે ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાનું શાસન આવ્યા બાદ પણ ‘‘ સુનો ભૈયા કચરે વાલી ગાડી મે કચરા ડાલો જી’’ નું રટણ ચાલુ જ રાખ્યું છે જે મહેસાણાના નગરવાસીઓ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહ્યું છે. મહેસાણાના શહેરીજનો આ દેશી ઢંગ ઢાળા વિનાના સંગીત વિનાના ગીતથી એટલા કંટાળી ગયા છે કે ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યાં છે.

ત્યારે આ બાબતે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ મહિર પટેલ આ માથાના દુઃખાવા સમાન ગીત બંધ કરી કાં તો ઘંટડી રાખો કાં તો કોઇ ફિલ્મનું માત્ર સંગીત રાખો કે જેથી લોકોને રાહત થાય બાકી આ દસ દસ વર્ષથી ઢંગ ઢાળા વિનાના ગીતથી મહેસાણાના શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે પણ કહે કોને ત્યારે આ પહેલ ગરવી તાકાત કરી છે કે, મહેસાણા નગરપાલિકા પ્રમુખ મિહિર પટેલ આ બાબતે કોઇ નિર્ણય કરે છે કે કેમ. સવારે ઊંઘતાં હોય ને બેસુરો અવાજ માણસોની ઊંઘ હરામ કરી નાખે છે.

કોંગ્રેસના શાસનમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે જયદીપ ડાભીએ આ પહેલ કરી હતી જેનો હેતુ બિલકુલ સારો અને સાફ હતો સાફ સફાઇ માટે પરંતુ હવે આ ગીતથી લોકોને ઉબકા આવવા લાગ્યાં છે ત્યારે આ બાબતે ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાના પ્રમુખ મિહિર પટેલ કોઇ નવો નિર્ણય કરી મહેસાણાના શહેરીજનોના માથાના દુઃખાવા સમાન આ સંગીતને દુર કરે તેવું મહેસાણા શહેરની જનતા જર્નાદન તીર્વ ઇચ્છા વ્યક્ત કરી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.