દેશના બીહાર જેવા મોટા રાજ્યમાં જ્યા વિધાનસભાની ચુટણીમાં ખુદ પીએમ ની રેલીમાં હજારોની મેદની જોવા મળે છે ત્યારે એની સામે ગુજરાતમાં પેટાચુંટણી સોશીયલ ડીસ્ટન્સ રાખવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેમાં આજે મહેસાણા જીલ્લા મેજીસ્ટ્રેટે ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવ્યો છે. એની સામે દિવાળી જેવા તહેવારો આવવાથી લોકો મીનીમમ જરૂરીયાતોની ખરીદી કરવા બહાર નીકળવાના છે. એવા સમયમાં આ નિર્ણયથી લોકોને હાંલીકીનો સામનો કરવો પડી શકે એમ છે. આ આદેશ 14 નવેમ્બર 2020 સુધી લાગુ રહેશે.
મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોને અનઅધિકૃત રીતે ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરામાવામાં આવ્યો છે. જેથી દિવાળી જેવા તહેવારોમાં આ નિયમ ભંગ કરવા બદલ અનેક લોકોને દંડ ભરવા કે સજા ભોગવવા તૈયાર રહેવુ પડશે. જે લોકો આ આદેશનો ભંગ કરશે એની વિરૂધ્ધ ગુજરાત પોલીસ એક્ટ 37(3) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – પાટીલ મહેસાણાથી ગયા શુ, મહેસાણા પોલીસે ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવ્યો
મહેસાણાના તંત્ર દ્વારા આ અગાઉ પણ આવો નીર્ણય કર્યો હતો. જેમાં કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાવાનો ડર હજુ સુધી ખતમ પણ નહોતો થયો એવામાં ભાજપના નવનીયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલ ઉત્તર ગુજરાત ની મુલાકાતે આવ્યા ત્યારે થોડા સમય માટે 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપરનો પ્રતીબંધ હટાવી લીધો હતો. બાદમાં સીઆર પાટીલ મહેસાણામા રોડ-શો કરી ગયા એના બીજા દિવસે લોકોને ભેગા થવા ઉપર પ્રતીબંધ લાગુ કરી દેવામાં આવ્યો હતો.