જોટાણા તાલુકાના મહેમદપુરા ગામે રહેણાંક મકાનમાં એલસીબીએ વિદેશી શરાબર ઝડપ્યોં
વિદેશી શરાબના જથ્થા સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી લીધો જ્યારે બે ફરાર
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોજબરોજ વિદેશી દારુનો જથ્થો ઝડપી રહી છે ત્યારે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જોટાણા તાલુકાના મહેમદપુર ગામે વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સને રર નંગ દારુની પેટી કિંમત રુપિયા 92 હજારના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં ચાલતા વિદેશી શરાબની હાટડીઓ તેમજ વિદેશી શરાબની હેરાફેરીને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદીપકુમાર, પીસી જોરાજી, કડવાજી, સંજયકુમાર, આકાશકુમાર, જસન્મીનકુમાર સહિતની ટીમમ મહેસાણા તાલુકા પોલીસની હદમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન પીસી જોરાજી અને સંજયકુમારનાઓને બાતમી મળી હતી કે, ઝાલા કરણસિંહ ઉપેન્દ્રસિંહ ઉર્ફે લાલભા રહે. મહેમદપુર તા. જોટાણાવાળો માણસો રાખી વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યો છે અને વિદેશી શરાબનો જથ્થો મહેમદપુર કટોસણવાસમાં રહેતા ઠાકોર રઘાજી જગાજીના ઘરે સંતાડેલ છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ મહેમદપુર રઘાજી જગાજીના ઘરે પહોંચી રેઇડ કરતાં ઘરમાંથી રર પેટી નંગ વિદેશી શરાબનો જથ્થા સાથે ઠાકોર રઘાજીને દબોચી લીધા હતા.