મહેસાણા એલસીબીએ ચીના પઠાણને દેશી તમંચા તથા બે કારતૂસ સાથે દબોચી લીધો
ધાડ, લૂંટ, મારામારી તેમજ પ્રોહિબીશન, એનડીપીએસ જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ઝડપાયો
ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિશ તથા રાયોટીંગના ગુનામાં નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – (Sohan Thakor)- મહેસાણા એલસીબીની ટીમ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતાં તેમજ ખુનની કોશિશ અને રાયોટીંગના ગુનામાં ફરાર શખ્સને દેશી તમંચા તથા બે કારતૂસ સાથેં એલસીબીની ટીમે દબોચી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં મિલ્કતસંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા નાસતા ફરતાં આરોપઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, હેકો. શૈલેષભાઇ, હેકો. નિલેષકુમાર, પીસી અબ્દુલગફાર, મહેન્દ્રભાઇ, હિંમતસિંહ, હરેશસિંહ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવીને ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન હેકો. મહેન્દ્રભાઇ તથા પીસી અબ્દુલગફારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, નિયાઝખાન ઉર્ફે ચીનો હયાતખાન પઠાણ રહે. ખેરાલુ એકતાનગરવાળો પોતાની પાસે હથિયાર રાખે છે. જે હાલમાં ઉનાવાથી નીકળી ખેરાલુ આવનાર છે જે બાતમીના આધારે ખેરાલુ એકતાનગર પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન નિયાઝખાન ઉર્ફે ચીનો ખેરાલુ આવતાં તેને કોર્ડન કરી એલસીબની ટીમે ઝડપી તલાસી લેતા તેની પાસેથી તમંચો બે જીવતાં કારતૂસ તથા ત્રણ હજાર રુપિયા મળી આવ્યાં હતા.
જેની એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આમ મહેસાણા એલસીબીએ ધાડ, લૂંટ, મારામારી તેમજ પ્રોહિબીશન, એનડીપીએસ, સહિતનો ગુનાહિતી ઇતિહાસ ધરાવે છે. જ્યારે ખેરાલુમાં ખુનની કોશિશ તથા રાયોડીંગના ગુન્હામાં નાસતા ફરતાં નિયાઝખાનને ઝડપી પાડવામાં આખરે મહેસાણા એલસીીબીની ટીમને સફળતા મળી હતી.