મહેસાણા એલસીબીની ટીમે હૈદરીચોક વિસ્તારમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

August 7, 2024

મહેસાણા એલસીબીએ વિદેશી શરાબની બોટલ તથા બિયરના ટીન મળી 4377 રૂપિયાની કિંમતનો જથ્થો ઝડપ્યોં 

એલસીબીએ રેઇડ દરમિયાન હૈદરીચોક વિસ્તારમાંથી દારૂનું વેચાણ કરતાં બે શખ્સનો ઝડપી લીધા 

ગરવી તાકાત, મહેસાણા તા. 07 – મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હૈદરીચોક લાલશાના તકીયા પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની બોટલ તથા બીયર મળી કુલ રૂપિયા 4377 રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મહેસાણા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ તેમજ વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરતાં તત્વોને ઝડપી પાડવાના ઇન્ચાર્જ મહેસાણા જિલ્લા પોલીસવડા દિનેશસિંહ ચૌહાણે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ જયેશકુમાર, હેકો. જયસિંહ, પીસી અક્ષયસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન હેકો. જયસિંહ તથા પીસી અક્ષયસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

મહેસાણા હૈદરીચોક લાલશાના તકીયા પાસે વિદેશી શરાબનું વેચાણ થઇ રહ્યું છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે રેઇડ કરતાં રેઇડ દરમિયાન એલસીબીએ રાવળ મોહનભાઇ ઘેલાભાઇ રહે. મહેસાણા કસ્બા, રાવળવાસ, તથા ફકીર યુસુફશા અબ્દુલશા રહે. મહેસાણા હૈદરીચોક સેતુ ભવનની પાછળ તળાવની સામે વાળા શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે વિદેશી શરાબનો જથ્થો મોકલનાર તલસિંહ પરબતસિંહ જાદવ રહે. વાધણા તા. સિદ્ધપુર તથા વિદેશી શરાબનો જથ્થો આપનાર સેન્ટ્રો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઘટના સ્થળ પરથી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ રૂપિયા 4377ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0