મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચે ઉંઝાંમા એક સાથે બે અલગ અલગ સ્થળે રેઈડ પાડી દારૂ-જુગારના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ રેડમાં એલસીબીએ કુલ 9,00,105/- રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ઉંઝાના ગંગાપુર રોડ ઉપર આવેલ તમાકુની ખળીમાં કેટલાક ઈસમો જુગારધામ ચલાવી રહ્યા છે. આ સીવાય ઓવરબ્રીઝ નજીક આવેલ શુકન આર્કેડમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર કરી રહ્યા છે. જેથી ટીમે બન્ને સ્થળે સફળ રેડ કરી કુલ 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
એલસીબીની ટીમે બાતમી આધારે ગતરોજ ગંગાપુર રોડ ઉપર આવેલ તમાકુની ફળીની અંદર આવેલ મકાનમાં રેઈડ કરી જુગાર રમતા 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપીની ધરપકડ ઈજા પામવાના કારણે બાકી છે. આ જુગારીઓ પાસેથી 1,42,000/-ની રોકડ, 10 મોબાઈલ કિંમત રૂપીયા 1,89,500/-, ટીવી 10,000/- 4 વાહનો કિંમત રૂપીયા 2,50,000/- સહીત કુલ 5,92,500/- નો મુદ્દામાલ કબ્જે કરી 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં પટેલ દેવાંગ કનુભાઈ, રહે – ભેમાત કોલોની ઝવેરી પરા, ઉઝાવાળો આરોપીને ઈજા પામી હતી.
આ રેઈડ દરમ્યાન બીજી તરફ એલસીબીની બીજી ટીમે ઉંઝાના ઓવરબ્રીજ પાસે આવેલ શુકન ઓર્કેડની દુકાન નંબર 17માં બેસતા પટેલ હાર્દીક, રહે – સોમ્યવિલા સોસાયટી, ઉંઝાની તપાસમાં તેની કારમાથી ગેરકાયદેસરનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી પટેલ ગોંવીદ નટુભાઈ, રહે – ઠાકરાસણ,સીધ્ધપુર, પ્રકાશજી બાબુજી ઠાકોર, રહે, કાળકા માતાજી મંદીર, ઉઝાની પણ સંડોવણી સામે આવતા ત્રણને ધરપકડ કરવામાં આવી હતી. એલસીબીની આ રેડમાં કાચની બોટલો, બીયરના ટીન, જ્યુપીટર, તથા ટોયોટા (GJ-01-KS-1996) કાર સહીત કુલ 307605/- રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ઉંઝા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જુગાર રેઈડમાં ઝડપાયેલ આરોપીઓના નામ
- પટેલ બ્રીજેશકુમાર જયંતીલાલ , રહે – કુબેરનગર,ખજુરીપોળ, ઉંઝા (જુગાર ચલાવનાર)
- પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરલાલ, રહે – ગુરૂપાર્ક સોસાયટી, ઉંઝા
- પટેલ ચિરાગ રમેશભાઈ, રહે – બહારમાઢ, જુનુગણેશપુરા, ઉઁઝા
- પટેલ અલ્કેશ બાબુલાલ,રહે – નવાઘર નગરપાલીકા સામે, ઉઁઝા
- પટેલ આશિષ મણીલાલ,રહે – બહારમાઢ, જુનુગણેશપુરા, ઉઁઝા
- પટેલ જગદીશ અંબાલાલ, રહે – શ્યામવિહાર સોસાયટી, ઉંઝા
- પટેલ સંજય અરવિંદભાઈ, રહે – કામલી, ધર્મપરૂ,તા. ઉંઝા
- પટેલ રાકેશ વિષ્ણુભાઈ, રહે – ઈલેવન પાર્ક, ઉંઝા