અમદાવાદથી મહેસાણા આવતી એસ.ટી બસમાંથી પાંચ માસ અગાઉ મોબાઇલ ચોર્યો હતો
મોબાઇલ ચોરનાર શખ્સ તથા તેના મિત્રએ ભેગા મળી મોબાઇલની ચોરી કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન નંદાસણ બ્રીજની નીચે ઉભેલા એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતાં બનાસકાંઠાના શખ્સે અમદાવાદથી મહેસાણા જતી એસ.ટી બસમાંથી વીવો કંપનીનો 30 હજારની કિંમતનો મોબાઇલ તેના મિત્રએ બંનેએ ભેગા મળી ચોરી કરી હોવાની કબુલાત કરતાં શખ્સને ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં ચોરી, પ્રોહીબીશન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, પીસી જયસિંહ, રાજેન્દ્રસિંહ, અક્ષયસિંહ, અબ્દુલગફાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા
તે દરમિયાન હેકો. વિજયસિંહ તથા પીસી અક્ષયસિંહને ખાનગી રાહે સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, નંદાસણ બ્રીજની નીચે એક શંકાસ્પદ શખ્સ ઉભો છે જેની પાસે મોબાઇલ છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ નંદાસણ બ્રીજ નીચે ઉભેલા શખ્સને ઝડપી પુછપરછ કરતાં શખ્સે પોતાનું નામ કટારીયા ભરત સામાભાઇ રહે. ભોરોલ તા. થરાદ વાળો હોવાનું જણાવ્યું હતું
જેની તપાસ કરતાં એક વીવો કંપનીનો 30 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો જે મોબાઇલ બીલ માંગતાં શખ્સ ગલ્લા તલ્લા કરતાં તેને આ મોબાઇલ પાચ છ માસ અગાઉ તેના મિત્ર કટારીયા દિપક રત્નાભાઇ પાસેથી લીધો હતો અને આ મોબાઇલ અમદાવાદથી મહેસાણા જતી એસ.ટી બસમાંથી ચોરી કરી હોવાની કુબાલત કરતાં મહેસાણા એલસીબીએ મોબાઇલ ચોરને નંદાસણ પોલીસને હવાલે કરી અન્ય એક મોબાઇલ ચોર સહિત બે શખ્સનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.