ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એક બંધ મકાનમાંથી ₹2,94,000 ની કિંમતનો 1470 લિટર દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો આ કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. LCB પોલીસ સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી કે, ભાથીપુરા ગામના રાઠોડ સંજયસિંહ કનુસિંહ, રાઠોડ કલ્પેશસિંહ ફુલસિંહ,
![]()
અને રાઠોડ વિષ્ણુસિંહ ઉર્ફે રઘો કનુસિંહ સાબરમતી નદીના પટમાંથી દેશી દારૂ ગાળીને પ્લાસ્ટિકના કેરબામાં ભરી ભાણપુર ગામના પરમારવાસમાં આવેલા પનાભાઈ ગોકુળભાઈ પરમારના બંધ મકાનની ઓસરીમાં સંતાડીને તેનો વેપાર કરી રહ્યા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો ભાણપુરના પરમારવાસમાં આવેલા બંધ મકાનની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા જેમાં 1470 લિટર દેશી દારૂ ભરેલો આ જથ્થાની કિંમત ₹2,94,000 અંદાજવામાં આવી.

પોલીસે મકાનની બાજુમાં રહેતા પરમાર જગાભાઈ રેવાભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ મકાન પનાભાઈ ગોકુળભાઈ પરમારનું જેઓનું અવસાન થઈ ગયું અને તેમના કોઈ વારસદાર નથી, જેના કારણે મકાન બંધ હાલતમાં જગાભાઈએ વધુમાં જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાઠોડ સંજયસિંહ, રાઠોડ કલ્પેશસિંહ અને રાઠોડ વિષ્ણુસિંહએ અહીં મૂક્યો આ માહિતીના આધારે, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હાલ, આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી.



