મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેંતરમાં ખાડા ખોદીને દાટેલો વિદેશી શરાબનો જથ્થો કબજે કર્યો
મહેસાણા એલસીબીની રેઇડ દરમિયાન વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સને ઘટના સ્થળેથી ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 05- (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં આંબલિયાસણ ગામે ચરાડુપરામાં આવેલા ખેંતરમાં ખાડા ખોદી જમીનમાં દાટેલો 1.88 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી ઘટના સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ શરાબ વેચાણમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ એલસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીના તહેવારોમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનું વેચાણ વધી જાય છે. ત્યારે મહેસાણા શહેર સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વિદેશી શરાબનું વેચાણ ચાલતું હોઇ આવી વિદેશી શરાબની હાટડીઓ પર રોક લગાવી રેઇડ કરી જથ્થો ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ નીનામાંના નેતૃત્વમાં મહેસાણા એલસીબીના પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, અનિલકુમાર, હેકો. નિલેશકુમાર, શૈલેષકુમાર, જયેશકુમાર, રમેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં આંબલીયાસણ ગામના ચરાડુપરુ વિસ્તારમાં ખુલ્લા ખેંતરમાં વિદેશી શરાબનો જથ્થો દાટીને રાખેલો છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આંબલિયાસણના ચરાડાપરુ વિસ્તારમાં પહોંચી ખેંતર ખોદી તેમાં સંતાડી રાખેલો વિદેશી શરાબની 2028 બોટલ જેની કિંમત રુપિયા 1,88,892 નો જથ્થો કબજે કરી ઘટના સ્થળ પરથી ઠાકોર સંજયજી ઉર્ફે ભુરો રામાજી આંબલીયાસણ ચરાડાપરુ વાળાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી શરાબમાં કેસમાં સંડોવાયેલા ઠાકોર લાલાજી ઉર્ફે બોબો રામાજી, ઠાકોર સંજયજી ઉર્ફે ભુરો રામાજી, ઠાકોર અમરતજી શકરાજી રહે. તમામ આંબલીયાસણ ચરાડાપરુ વાળા વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.