મહેસાણા એલસીબીએ બાવળની ઝાળીઓમાં સંતાડેલી દારૂની 1116બોટલો સહિત 1શખ્સને પકડી પાડ્યો
ગરવી તાકાત- મહેસાણા તા.-9 – કડી તાલુકાના રાજપુર ગામે આવેલા સચિન ઇન્ડસ્ટ્રીઝમાંથી મહેસાણા એલસીબીના સ્ટાફના આધારે બાવળની ઝાડીમાં ૧૧૬ બોટલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી હતી. મહેસાણા એલસીબી સ્ટાફના માણસો મહેસાણા એલસીબી ઓફિસ ખાતે હાજર હતા. ત્યારે તેઓને માહિતી મળી હતી કે, કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજપુર ગામનો યોગેન્દ્રસિંહ ડાભી રાજપુર ગામે આવેલા સચિન ઇન્ડસ્ટ્રીઝમાં બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂની બોટલો સંતાડી રાખેલી છે.
ખાનગી રીતે વેપલો કરી રહ્યો છે. એલસીબીએ માહિતીની ખરાઈ કરીને અલગ અલગ ટીમો બનાવી જગ્યા ઉપર રેડ કરતા વેપાર કરતો ઇશન ઝડપાયો હતો. પોલીસે ૧૧૬ બોટલ જપ્ત કરી હતી તેમજ વેપાર કરતા ઈસમને ઝડપી કડક હાથે પૂછતાછ કરતા ધાનેરા તાલુકાના ગામનો દેસાઈ પ્રતાપ છ દિવસ પૂર્વે ગાડીમાં વિદેશી દારૂની બોટલો લઈને આવ્યો હતો. આ ચરામાં ઉતારેલી હતી અને તે ઈસમ વેપલો કરી રહ્યો હતો તેવું આરોપીએ જણાવ્યું હતું. જે આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડી શહેરમાં પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન થોળ રોડ ઉપર પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, દશા માના મંદિરની પાછળ આવેલા રાજીનગરમાં રહેતો વિશાલ રાવળ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે માહિતીની ખરાઈ કરીને તેના ઘરે રેડ કરતા તે ઝડપાયો હતો. તેમ જ મકાનની તલાશી કરતા ૨૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો દાખલ કરી જેલના હવાલે કર્યો હતો. જ્યાં રાજપુર ગામેથી એલસીબી રૂપિયા ૨૬,૪૯૧નો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કડી પોલીસે ૭,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.