વાહનચોરીમાં ડિગ્રી મેળવેલા ‘‘ માસ્ટર માઇન્ડ’’ પાસેથી મહેસાણા એલસીબીએ 13 બાઇક કબજે કર્યા   

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગર તાલુકાના દેણપ સર્કલ પાસેથી બાઇક ચોરીનો ‘‘ માસ્ટર માઇન્ડ’ને મહેસાણા એલસીબીએ દબોચ્યોં

બાઇક ચોરીનો માસ્ટર માઇન્ડ ઝડપાતાં મહેસાણા એલસીબીની કચેરી જાણે મોટર સાયકલની લે-વેચ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં 

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકી સાથે 13 મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 18- મહેસાણા જિલ્લામાં મોટર સાયકલની ચોરીના ગુન્હાઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રોજબરોજ નોંધાઇ રહ્યાં છે. જેમાં બાઇક ચોર ઇસમો પોતાની કળા અને નકલી ચાવીનો ઉપયોગ કરી મોટર સાયકલની ઉઠાંતરી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાહનચોરીના ગુન્હામાં મોટી સફળતાં મળી હતી.

મહેસાણા એલસીબીની ટીમે મોટર સાયકલની ચોરી કરવામાં માહેર એવા રીઢા વાહનચોર ઇસમને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગર તાલુકાના દેણપ ચોકડી પાસેથી નંબર વગરના સ્પેલન્ડર મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વાહનચોર શખ્સની સઘન પુછપરછ દરમિયાન તેને 13 મોટર સાયકલ ઊંઝા, વિસનગર, વડનગર ખાતેથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં તેની પાસેથી ચોરી કરેલા 13 મોટર સાયકલનો કબજો મેળવ્યોં હતો જેની કિંમત રુપિયા 3.84 લાખના મુદ્દામાલ સાથે વાહનચોર શખ્સને જેલમાં ધકેલ્યોં હતો. મહેસાણા એલસીબીએ એક સાથે 13 બાઇક ચોરીના ભેદ ઉકેલી પ્રશસનીય કામગીરી કરી હતી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢી રીઢા વાહનચોર ઇસમોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇ.પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ કાનજીભાઇ , અનિલકુમાર, હરિસિંહ, હેકો. શૈલેષકુમાર, નિલેશકુમાર, હમેન્દ્રસિંહ, ઇજાજ એહમદ, કિરીટસિંહ, હિંમતસિંહ સહિતનો સ્ટાફ વિસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાંહતા તે દરમિયાન એ.હે.કો. શૈલેષકુમાર તથા નિલેશકુમારનાઓને ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર પ્લેટ વગરના સ્પલેન્ડર મોટર સાયકલ ઉપર દેણપથી વિસનગર તરફ આવી રહ્યો છે જે શંકાસ્પદ હાલતમાં જણાય છે. જે બાતમી મળતાં મહેસાણા એલસીબીની ટીમે દેણપ ચોકડી પાસે વોંચ ગોઠવી દીધી હતી.

આ દરમિયાન નંબર પ્લેટર વગરના મોટર સાયકલ પર દેણપ ચોકડી આવતાં જ એલસીબીની ટીમે કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો અને તેનું નામ ઠામ પુછતાં તેને ઠાકોર જયદીપજી ભરતજી રહે. રણછોડપુરા, વાલીમીયો વાસ, તા. ઊંઝાવાળો હોવાનું જણાવ્યું હતું. ત્યારે મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઠાકોર જયદીપની ઝડપી સઘન પુછપરછ કરતાં તેને વિસનગર, વડનગર અને ઊંઝા ખાતેથી 13 મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી મહેસાણા એલસીબીએ રીઢા વાહનચોર ઇસમ પાસેથી 13 મોટર સાયકલનો કબજો મેળવી કુલ રુપિયા 3.84 લાખનો મુદ્દામાલ ઝડપી વાહનચોર શખ્સને જેલમાં ધકેલી પ્રશસનીય કામગીરી કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.