કડી વિસ્તારના સુરજ ગામની સીમમાંથી વિદેશી દારૂનો ઝથ્થો ઝડપાયો છે. મહેસાણા એલસીબીની ટીમે બાતમી આધારે રેઈડ પાડતા કડી પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. પોલીસની આ કાર્યવાહીમાં 66,600 રૂપીયાનો દારૂ ઝડપાયો હતો. પરંતુ બન્ને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ નાકામ રહી હતી. આથી તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો – મહેસાણાના અરીહંત ફ્લેટ પાસેથી એક આરોપી સાથે દારૂ ભરેલી કાર ઝડપાઈ – ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ
મહેસાણા એલસીબીની ટીમ પ્રોહીબીશન ગુનાને રોકવામાં કાર્યરત છે ત્યારે તેમને મંગળવારના રોજ બાતમી મળી હતી કે, કડી પોલીસ વિસ્તારના સુરજગામની સીમમાં બે ઈસમો ગેરકાયદેસર દારૂનો વેપાર કરી રહ્યા છે. આથી બાતમી આધારે રોહીતજી પ્રતાપજી ઠાકોર તથા ઠાકોર અજયજી રોહીતજીને ત્યાં રેઈડ પાડી હતી. સુરજ ગામના ખરાબામાથી વિદેશી બોટલો મળી આવી હતી. જેની રકમ 66,600 રૂપીયા જેટલી આંકવામાં આવી હતી. રેઈડ દરમ્યાન કોઈ આરોપી ઝડપાયો નહોતો. જેથી પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ કડી પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.