કોરોના કાળમાં વિસનગર તાલુકામાં આવેલ ગોઠવા ગામની સીમમાં જુગાર રમાતા 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા છે. જેમાં આરોપીઓ પાસેથી 31 હજારનો મુદ્દામાલ કબ્જો કરાયો છે. આ કાર્યવાહી મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે કરી હોવાનુ સામે આવ્યુ છે.
મહેસાણા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિસનગર તાલુકાના ગોઠવા ગામની સીમમાં કાળકાપુરા તરફ જતાં નેળીમાં બનાવેલ લીમંડાના ઝાડ નીચે 6 માણસો જુગારધામ ચલાવી રહ્યા છે. LCBને આ બાતમી મળતાની સાથે જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાંથી 5 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
LCBએ ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઝડપાયેલ આરોપીના નામ ઠાકોર મહેશ રાજુજી, ઠાકોર રાકેશ રમણજી, ઠાકોર પ્રકાશ અમરતજી, ઠાકોર પ્રકાશ રામલજી, ઠાકોર કનુ જવાનજી, તમામ રહે – ગોઠવા, તાલુકા – વિસનગર,જી.મહેસાણાવાળા હોવાનુ સામે આવ્યુ છે.