કડી જાસલપુર ચોકડી પાસે બે શંકાસ્પદ શખ્સો ઉભા હોવાની બાતમી મળી હતી
કડી કરણનગર પાટીયા પાસે પાર્ક કરેલા જ્યુપીટર ટુ વ્હીકલની ચોરી કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન કડી જાસલપુર ચોકડી પાસે ટુ વ્હીલરની ચોરી કરનાર બે શખ્સને કોર્ડન કરી ઝડપી લઇ પુછપરછ કરતાં બંને શખ્સોએ કડી કરણનગર પાટીયા પાસેથી જ્યુપીટરની ચોરી હોવાની કબુલાત કરતાં બંને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં આચરવામાં આવેલા ગુનાના ભેદ ઉકેલી અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પોકો. આકાશકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, સંજયકુમાર, સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન હાઇવે ત્રણ રસ્તા પાસે આવતાં હેકો. પ્રદિપકુમાર તથા પોકો જોરાજીને સંયુક્ત બાતમી મળી હતી કે, કડી જાસલપુર ચોકડી પાસે બે શંકાસ્પદ શખ્સો ઉભા છે જે મોટર સાયકલ ચોરીની વાતો કરે છે
જે બાતમી મળતાં મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને શખ્સોને કોર્ડન કરી ઝડપી લઇ પુછપરછ કરતાં પોતાનું નામ સિપાઇ સફ્ફાહુસેન રિયાઝહુસેન રહે. કડી કસ્બા મગદુમપાર્ક સોસાયટી તા. કડી કડીવાળો હોવાનું તથા બીજાનું ઇસમનું નામ અંસારી અનવરઅલી ફિરદોસભાઇ રહે. કડી કસ્બા ખ્વાજાપાર્ક સોસાયટી તા. કડી વાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બંને શખ્સોની વધુ પુછપરછ કરતાં તેઓએ ગત તા. 23-1-24ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે કડી કરણનગર પાટીયા પાસે હિટાચી કંપનીના ગેટ પાસે પાર્ક કરેલ જ્યુપીટર નંબર જી.જે.02-ડીઆર-7637ની ચોરી કરી હોવાની કબુલાત કરતાં બંને ઇસમોને ઝડપી કડી પોલીસે બંને શખ્સોને ઝડપી કડી પોલીસને સોપ્યા હતા.