ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામેથી એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી શરાબ તથા બિયર મળી કુલ રુપિયા 52,586નો મુદ્દામાલ ઝડપી પાડી બે શખ્સની અટકાયત કરી હતી.
મહેસાણા જિલ્લામાં જાણે દારુની રેલમછેલ થતી હોય તેવો ઘાટ ઘડાયેલો જોવા મળી રહ્યો છે. રોજબરોજ લાખોની માત્રામાં મહેસાણા શહેર સહિત જિલ્લાની હદમાંથી વિદેશી શરાબ ઝડપી પાડવામાં આવી રહ્યો છે. જેથી પ્રોહિબીશનની આ પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ
મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ જે.એમ.ગેહલોત, એએસઆઇ ડાહ્યાભાઇ, એએસઆઇ શૈલેષકુમાર, હેકો. હેમેન્દ્રસિંહ, હેકો. પ્રદિપકુમાર, પીસી સંજયકુમાર, જસ્મીનકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન પીઆઇ એસ.એસ.નિનામાને બાતમી મળી હતી કે,
ઠાકોર (ઝાલા) ગોવિંદજી માનસંગજી રહે. મોટો ઠાકોરવાસ, બ્રાહ્મણવાડા તા. ઊંઝાવાળો વિદેશી શરાબ તથા બિયરનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી રેઇડ કરતાં 52 હજારની કિંમતનો જથ્થો મળી આવતાં એલસીબીએ અન્ય બે શખ્સો ઠાકોર સંજય જશવંતજી રહે બ્રાહ્મણવાડા તથા ઠાકોર ગોવિંદજી જોયતાજી રહે. વિશોળ તા. ઊંઝાવાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.