કડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – કડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતા આરોપીને ઉંટવા પાટીયા પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ. નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો પ્રદિપકુમાર, પીસી આકાશકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, સંજયકુમાર, સહિતનો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા
તે દરમિયાન પીસી જસ્મીનકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો શખ્સ પઠાણ સલીમ મોગલખાન રહે. મંડાલી ઇન્દીરાનગરવાળો ઊંટવા પાટીયા પાસે ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી કડી પોલીસને સોપ્યોં હતો.