મહેસાણા એલસીબીએ કડી પાસેથી એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચી, વાહન કબ્જે કરાયુ હતુ. કડી પોલીસ મથકે આ વાહન ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. જેથી ગુનો ડીટેક્ટ થતાં આરોપીને કડી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – ઉંઝાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 58.50 લાખ પડાવ્યા, ઝડપાયેલ 6 આરોપીએ અન્ય ગુના પણ કબુલ્યા – યુવતી હજુ પણ ફરાર
મહેસાણા એલસીબીની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, સોંલકી હરદેવસીંહ દિલીપસીંહ રહે – છનીયાર, તાલુકા – દેત્રોજ વાળો કડી તરફ આવી રહેલ છે, જેની પાસેનુ એક્ટિવા શંકાસ્પદ છે. જેથી તેની રેલ્વે પુલ પાસે અટકાયત કરી પુછપરછ કરવામાં આવી હતી. વાહનના કાગળો વિશે કડક પુછપરછ કરતા તેને આ વાહન ચોરી કર્યાનુ કબુલ્યુ હતુ. આ વાહન ચોરી બાબતે કડી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. જેથી એલસીબીની ટીમે આગળની કાર્યવાહી કરવા આરોપીને કડી પોલીસને સોંપ્યો હતો.