મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હતો
પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી નાગલપુર ઉભો હોવાની બાતમી મળી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – (Sohan Thakor) – મહેસાણા શહેર બી. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાગલપુર પાસેથી ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.
વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા તેમજ પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો પ્રદિપકુમાર, પીસી આકાશકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, સંજયકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા શહેર બી. ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન હેકો. પ્રદિપકુમાર તથા પીસીી આકાશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજપૂત અરબસિંહ ઉર્ફે સોનુ રામસિંહ રહે. મહેસાણા માલ ગોડાઉન, શ્રદ્ધાદિપ સોસાયટીવાળો નાગલપુર ખાતે ઉભો હોવાની બાતમી મળતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાગલપુર પહોંચી આરોપીને ઓળખ કરી તેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો.