વિજાપુર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના વણઉકલ્યા ગુનાનો ભેદ ઉકેલતી મહેસાણા એલસીબી
મોબાઇલના બીલ માંગતા મોબાઇલ ચોર શખ્સ કોઇ યોગ્ય જવાબ ન આપતાં તેેની પાસેથી મોબાઇલ કબજે કર્યા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 18 – વિજાપુર શહેરમાંથી ચોરી કરેલા મોબાઇલ સાથે મોબાઇલ ચોર ઇસમને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 34999ની કિંમતના મોબાઇલ કબજે કરી વણઉકલ્યા ગુનાના ભેદ ઉકેલી સફળ કામગીરી કરી હતી.
મહેસાણા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર તેમજ ચોરીની પ્રવૃતિઓ આચરતાં તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા મહેસાણા ઇ. જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. કિરણજી, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, રવિકુમાર, તથા એલસીબીમાં ટેકનીકલ સ્ટાફના પીસી હરેશસિંહ, સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી વિજાપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન પીસી અજયસિંહ તથા હરેશસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે વિજાપુર પોસ્ટ ઓફિસના ગેટની બાજુમાં એક ઇસમ ચોરીના મોબાઇલ સાથે શકમંદ હાલતમાં ઉભેલ છે. જે બાતમી હકીકત મળતાં મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇસમને ઝડપી નામ ઠામ પુછતાં તેને પોતાનું નામ શેખ અકરમહુસેન નાદીરહુસેન ઉસ્માનીયા રહે. વિજાપુર, હુસેની ચોકવાળો હોવાનો જણાવ્યું હતું જેની પાસે રહેલા મોબાઇલના બિલ વિશે પુછતાં તે ગલ્લા તલ્લા કરવા લાગ્યોં હતો. જેની પાસેથી ચોરી કરેલા મોબાઇલ મહેસાણા એલસીબીની ટીમે કબજે કરી મોબાઇલ ચોર ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.