મહેસાણા જીલ્લા માં વધી રહેલી દારૂ જુગાર અસામાજિકપ્રવૃત્તિ ઓ ને અટકાવવા માટે પોલીસ મહા નિરીક્ષક ગાંધીનગર રેન્જ ના વડા અભય સિંહ ચુડાસમા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહીલ ની આપેલી અસરકારક રેડ કરવાની આપેલી સુચના મુજબ એલસીબી પીઆઇ બીએચ રાઠોડ ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર એકે વાઘેલા એ ટીમ વર્ક બનાવી પ્રોહીબેશન ની હેરાફેરી કરતા જુગાર ના પ્રવૃત્તિ ચલાવતા બુટલેગરો ઉપર વોચ રાખી ઝડપી પાડવા માટે પેટ્રોલીંગ સઘન બનાવતા કડી પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ ને લઇને પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન જુગારધામ ઝડપી 6 જણ સામે ગુનો દાખલ કર્યો છે.
આ દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે વડાવી ગામ ના ચામુંડા મંદિર પાસે કેટલાક ઇસમો ભેગા થઇને ટોળા વળી જુગાર રમી રહયા છે એલસીબી પોલીસે તે તરફ તપાસ કરતા સ્થળ ઉપર થી પોતાના આર્થીક ફાયદા સારું જુગાર રમતા ઠાકોર અરવિંદજી બળદેવજી ,ઠાકોર રણજીતજી ધનાજી, ઠાકોર અજમલજી રાજુજી, ઠાકોર અજમાલજી રઇઇજી વાઘરોડા વાળા ,ઠાકોર વિષ્ણુજી નાનુજી, ઠાકોર સંજયજી છગનજી ની અટકાયત કરી જુગાર ની રોકડ રકમ ૨૧૪૦૦/-તેમજ ત્રણ મોબાઇલ ૨૧૪૦૦/- સાહિત્ય સહીત ૩૬૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી છ જણા સામે જુગાર ધારા ની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે.