રાજ્યના અલગ અલગ દેરાસરો, મંદીરો તથા બંધ મકાનોમાં ચોરી કરતી ગેંગને મહેસાણા LCBએ ઝડપી પાડી, 17 ભેદ ઉકેલ્યા !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એલસીબીની એક ટીમે ગેંગને ઝડપી એક સાથે 17 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં આ ગેંગે અત્યાર સુુધી મહેસાણા,બનાસકાંઠા, વડોદરા, સાબરકાંઠા તેમજ અમદાવાદમાં આવેલ જૈન દેરાસરો, મંદીરો, તથા બંધ મકાનોમાં ચોરી કરી હતી.  કુલ 17 ચોરીઓ પૈકી 10 ચોરી મહેસાણા જીલ્લમાં કરી હોવાનુ સામે આવ્યુ છે. જીલ્લામાં બનેલ ચોરીના ગુુનાઓ ડીટેક્ટ કરવા મહેસાણા પોલીસ વિભાગે 4 ટીમો બનાવી હતી. જે દરમ્યાન આજે એલસીબીની ટીમે એક સગીર સહીત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં આરોપીઓ પાસેથી 1.57 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરાયો છે. 

મહેસાણા જીલ્લામાં મંદીરો, દેરાસરો તથા ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતા આ તમામ ગુનાઓ ડીટેક્ટ કરવા મહેસાણા પોલીસ વિભાગે 4 અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમ્યાન મહેસાણા એલસીબીની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, ખેરવાથી લાંઘણજ તરફની ચોકડી પર કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે. જેથી પોલીસે 5 લોકોની પુછપરછ કરી હતી. જેમાં તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા તેમની અટકાયત સામાન જપ્ત કરી કડક પુછપરછ કરતાં આરોપીઓએ પોતાનો ગુનો કબુલ્યો હતો. જેમાં ઝડપાયેલ આરોપીઓએ મહેસાણા,સાબરકાંઠા,બનાસકાંઠા, વડોદરા તથા અમદાવાદમાં મળી કુલ 17 ચોરીઓ કરી હતી. જેમાં 10 ચોરીઓ મહેસાણા જીલ્લામાં કરી હોવાનુ સામે આવ્યુ હતુ. 

મોડસ ઓપરેન્ડી

ઝડપાયેલ આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં કડીયા કામ કરવા આવતાં હતા. જ્યાં તેઓ શહેરોના બંધ મકાનો, મંદીરો, તથા જૈન દેરાસરોની રેકી કરી કરતાં, બાદમાં રાત્રીના સમયે મંદીરો,બંધ મકાનો તથા દેસાસરોના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી ચોરી કરી ફરાર થઈ જતા હતા. 

ઝડપાયેલ આરોપીઓના નામ 

  1. કનુભાઈ મીહીયા મંડોડ, રહે – ગુલબાર ખાટીયા ફળીયુ, જી. – દાહોદ
  2. રાકેશ નુરજીભાઈ ગુંડીયા,  રહે – આગાવાડા, હવેલી ફળીયુ, જી. – દાહોદ
  3. પરેશ મકના ભુરીયા, રહે – સીમલીયા બુર્ઝગ, જી. – દાહોદ
  4. લલીત રત્ના મંડોડ, રહે – ગુલબાર થાણા ફળીયુ, જી. – દાહોદ
  5. એક સગીર

વોન્ટેડ આરોપી 

  1. ગોરોભાઈ મેસાભાઈ મેંડા, રહે – ગુલબાર ખાટીયા ફળીયુ, જી. – દાહોદ
  2. કેહુભાઈ કેશુભાઈ મેંડા, રહે – ગુલબાર થાણા ફળીયુ, જી. – દાહોદ
  3. સંજય પરમાર, રહે – સીમળીયા, જી. – દાહોદ
  4. રાજુ રત્ના મંડોડ, રહે – ગુલબાર થાણા ફળીયુ, જી. – દાહોદ

આરોપીઓ પાસેથી ઝપ્ત કરાયેલ મુદ્દામાલ

ચાંદીનો મુગટ, ચાંદીના નાના-મોટા છત્તર, એક સીલ્વર લીલો હાર, કાચના હીરાઓ, સફેદ ધાતુના શ્રીફળ, પીળી ધાતુનો મુગટ, મોબાઈલ ફોન મળી કુલ 1,57,387 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. 

ચોરી કરતી ગેંગે અત્યાર સુધી મહેસાણા જીલ્લાના દેવરાસણ, મેવડ, વરવાડાના મંદીરમાથી, તથા ઘુમાસણની ત્રણ ફેક્ટરી, કડી તથા ઉંઝાના બંધ મકાનમાં, નંદાસણ, સતલાસણા તથા મહેસાણાના પટવા પોળના જૈન દેરાસરમાં, મહેસાણાની કરશ્મા પાર્કના બંધ મકાનમાં ચોરી કર્યાનુ કબુલ્યુ છે. આ સીવાય પણ વડોદરાના એક મંદીર તથા અમદાવાદના રીંગ રોડ પર આવેલ જૈન દેરાસરમાં ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. આરોપીઓએ સાબરકાંઠાના ખેડબ્રહ્માના જૈન દેરાસર અને પાલનપુરના પાંથાવાડાના જૈન દેરાસર તથા બંધ દુકાનોમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.