બે સપ્તાહ અગાઉ વિસનગર તાલુકાના ખંડોસણ ગામે એક ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી મુદ્દામાલની ચાર તસ્કર ટોળકીએ ચોરી કરી હતી
મહેસાણા એલસીબીએ ઉમતા બસ સ્ટેન્ડ પાસેથી પીકઅપ ડાલામાં ચોરીના મુદ્દામાલ સાથે ઉભેલા બે શખ્સોને દબોચી લીધા
ગરવી તાકાત, મહેસાણા તા. 27- (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસનગર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેરાલુથી વિસનગર હાઇવે રોડ ઉમતા બસ સ્ટેન્ડ પાસેથી પીક અપ ડાલામાં ભરેલા ચોરીના મુદ્દામાલ જેની કિંમત કુલ રુપિયા 8.60 લાખ સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યાં હતા.
મહેસાણા જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓ મંદિરોમાં થતી ચોરીઓ તેમજ કેબલ વાયર સહિતના મુદ્દામાલની થયેલી ચોરીઓના વણઉકલ્યાં ગુનાઓ ઉકેલી આવી તસ્કર ટોળકીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રમેશભાઇ, તથા પીસી રાજેન્દ્રસિંહ, આકાશકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા
તે દરમિયાન પીસી જયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરાલુથી વિસનગર હાઇવે રોડ ઉમતા બસ સ્ટેન્ડ નજીક ખેરાલુ તરફની રોડની સાઇડમાં એક કોમ્પ્લેક્ષની સામે એક સફેદ કલનું મહેન્દ્રા પીક અપ ડાલામાં કેટલાક શંકાસ્પદ શખ્સો બેઠેલા છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી. પીકઅપ ડાલામાં ભરેલા એલ્યુમિનીયમના સ્ક્રેપના ગુંચાળા તથા રેફ્રિજરેટર બાબતે પુછતાં કોઇ યોગ્ય સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા.
જેમની વધુ પુછપરછ કરતાં આ મુદ્દામાલ તેઓ ગત તા. 13-11-23ના રોજ રાત્રિના બે વાગ્યાના સમયે વિસનગર તાલુકાના ખંડોસણ મુકામે આવેલ એ.એસ.કે. ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીની ટીમે પીકઅપ ડાલા સહિત કુલ રુપિયા 8.60 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી વિસનગર પોલીસને સોપ્યાં હતા જ્યારે અન્ય બે ઇસમો મળી આ ચોરીમાં સંડોવાયેલા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં મહેસાણા એલસીબીની સફળતાં મળી હતી.
ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓ
(1) ઠાકોર દિલીપ વિરસંગજી રહે. ખારા, માઢવાસ તા.જી.મહેસાણા
(2) સેનમા ખોડીદાસ મહેન્દ્રભાઇ રહે. બાજપુરા, સેનમાવાસ, વડનગર
ચોરીમાં સંડોવાયેલા ફાર આરોપીઓ
(3) ઠાકોર લાલાજી કડવાજી રહે. બાજપુર, ઠાકોરવાસ, તા. વડનગર
(4) ઠાકોર ભીખાજી ધુળાજી રહે. બાજપુર હે. ઠાકોરવાસ તા. વડનગર