ગુંજા બસ સ્ટેન્ડ પાસેથી 70 હજારની કિંમતના ચોરીના મોબાઇલ સાથે ઉભેલા મોબાઇલ ચોરને ઝડપી પાડતી મહેસાણા એલસીબી 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગર પેટ્રોલીંગ દરમિયાન મોબાઇલ ચોર ઇસમને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યોં 

વિસનગર તાલુકા પોલીસ મથકે 70 હજારનો મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી 

ગરવી તાકાત, મહેસાણા તા. 21- (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વિસનગર તાલુકાના ગુંજા બસ સ્ટેન્ડ પાસે રુપિયા 70 હજારની કિંમતના ચોરીના મોબાઇલ સાથે ઉભેલા એક શખ્સને ઝડપી પાડી વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેંદ ઉકેલી મોબાઇલ ચોર શખ્સને જેલમાં ધકેલ્યોં હતો. मोबाइल चोर पुलिस गिरफ्त से दूर - Mandal News

મહેસાણા જિલ્લામાં ગુનાહિતી પ્રવૃતિઓ આચરતાં તત્વોને ઝડપી પાડી અનડીટેક્ટ ગુના ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ એસ.એસ.નીનામાંના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી એએસઆઇ ડાહ્યાભાઇ, હેકો. નિલેષભાઇ, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા આ દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર તાલુકાના ગુંજા બસ સ્ટેન્ડ પાસે ચોરી કરેલા મોબાઇલ સાથે શંકાસ્પદ શખ્સ ઉભો છે

જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ગુંજા બસ સ્ટેન્ડ પાસે પહોંચી ચોરીના મોબાઇલ સાથે ઉભેલા ઠાકોર મહેશ પૂનમજી રહે. શાહપુર રેડ લક્ષ્મીપુરા રોડ, દાતણીયાવાળા ખેતરમાં તા. વડનગરવાળાને ઝડપી તપાસ કરતાં તેની પાસેથી બ્લેક કલરનો એન્ડ્રોઇન રુપિયા 70 હજારની કિંમતનો મળી આવ્યોં હતો. આ મોબાઇલ બાબતે પુછપરછ કરતાં શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જ્યારે વધુ પુછપરછ દરમિયાન વિસનગર તાલુકા પોલીસ મથકે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનું જણાવ્યું હતું. ઠાકોર મહેશને ઝડપી પાડી વિસનગર તાલુકા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.