મહેસાણા નગરપાલિકાના સભ્ય ઘનશ્યામભાઈ કાંતીલાલ સોંલકી દ્વારા મહેસાણા નગરપાલીકાના મુખ્ય અધિકારીને પત્રથી જણાવ્યુ છે કે, મહેસાણા શહેરના બી ડીવિઝન પોલીસ મથક માટે જમીન ફાળવવા માટે  જો બી ડિવિઝન પોલીસ મથક ને જમીન ફાળવો તો તેના બદલામાં પોલીસ અધિક્ષકના નામે ચાલતી  સર્વે નંબર 1580  પૈકી વાળી જમીન નગરપાલીકાને સોંપી તેના ઉપર નગરના લોકો માટે બગીચો બનાવવો જોઈયે.

આ પણ વાંચો: ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ

સર્વે નંબર 1580 વાળી જમીન નગરપાલિકા હસ્તક કર્યા બાદ જ પોલીસ મથક માટે જમીન આપવાની માંગ નગરપાલીકાના સભ્ય ઘનશ્યામભાઈ કાંતીલાલ સોંલકી દ્વારા માંગ કરાઈ છે. નગરપાલીકા દ્વારા મહેસાણા પોલીસને આપવાની જગ્યા કરોડોની કીંમતની છે તો તેની સામે જમીન લેવાની માંગણી સભ્યએ કરી છે.
Contribute Your Support by Sharing this News: