મહેસાણામાં અનેક સ્થળો પર બહારથી યુવતીઓ લાવી ગેરકાયદેસર ગોરખધંધો કરવામાં આવે છે. જેથી એસઓજી ટીમે દરોડા પાડી સ્પાની આડમાં ચાલતા એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે 2 સંચાલકની ધરપકડ કરી યુવતીઓને મુક્ત કરાવી છે.
મહેસાણા જીલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસીંહ ગોહીલે શહેરમાં ચાલતા ગેરકાનુની રીચે ચાલતા દેહવ્યાપારને ઝડપી પાડવા સુચના આપેલ છે. જેના આધારે એસઓજી ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર બીએચ રાઠોડની ટીમે જીલ્લામાં ચાલતા ગેરકાનુની ગોરખધંધાને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ટીમને બાતમી મળી હતી કે, મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાઈડ એંગલ કોમ્પ્લેક્ષમાં રોયલ એન્ફીલ બુલેટ શો રૂમના ઉપરના ભાગે ધ તાઝ સ્પા એન્ડ બ્યુટી નામનો સ્પા ચલાવે છે. જેમાં બહારથી યુવતીઓ લાવી ગેરકાનુની રીતે કુટણખાનુ પણ ચલાવે છે.
આ બાતમી આધારે મહેસામા એસઓજીની ટીમે સ્થળે પહોંચી અચાનક રેઈડ કરી તો ગેરકાયદેસર ચાલતુ કુટણખાનુ ઝડપાયુ હતુ. જેમાં વિદેશી યુવતીઓને લાવી દેહ-વ્યાપાર ચલાવવામાં આવતો હતો. જેથી પોલીસની ટીમે સ્પાના માલીક તથા સંચાલક (1) પટેલ જૈમીન પ્રહલાદભાઈ, રહે – દેલોલી પ્રાથમીક શાળાની બાજુમા, તા.જી.મહેસાણા (2) ઠાકોર વિશ્વજીત પંકજજી, રહે – ચરાડા,ચામુંડાનગર, તા. માણસા, જી. ગાંધીનગરવાળાને ઝડપી પાડી તેની વિરૂ્ધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ઈમમોરલ ટ્રાફીકીંગ પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.