પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયતના મહેસૂલ, પંચાયત, આરોગ્ય, સહિતના તમામ વિભાગોના અધિકારીઓ સાથે વહીવટી રિવ્યુ લીધા
સ્વચ્છતા અભિયાન,આરોગ્ય ચકાસણી, મહેસુલી અને પંચાયતની વેરા વસુલાત,ગ્રામ પંચાયતોના વહીવટી અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી
ગરવી તાકાત, મહેસાણા તા. 06- મહેસાણા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે હસરત જસમીને ડીડીઓ તરીકે ચાર્જ વિધિવત સંભાળી લીધો છે. પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયતના મહેસૂલ, પંચાયત, આરોગ્ય, સહિતના તમામ વિભાગોના અધિકારીઓ સાથે વહીવટી રિવ્યુ લીધા હતા. જિલ્લા પંચાયત ની વિવિધ શાખાઓની પાયાની વહીવટી વિભાગોની કાર્ય પ્રણાલી સંદર્ભે જાણકારી મેળવી હતી. સ્વચ્છતા અભિયાન,આરોગ્ય ચકાસણી, મહેસુલી અને પંચાયતની વેરા વસુલાત,ગ્રામ પંચાયતોના વહીવટી અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.તેમજ ચાર્જ સંભાળતા જ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મીઓએ નવા ડીડીઓ નું અભિવાદન કર્યું હતું.
મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ ચાવડા દ્વારા તેમણે એજન્સી દ્વારા થતા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે તેમને સ્વચ્છતા ઝુંબેશમાં મહેસાણા જિલ્લામાં થયેલી સફળ કામગીરીની માહિતી આપી હતી. વિવિધ વિભાગો એક બીજા સાથે સંકલનમાં રહી જવાબદારી નિભાવે અને અરજદારની સમસ્યાઓ તેમજ પડતર પ્રશ્નનો નિકાલ આવે તે હકીકત ઉપર તેમણે ભાર મુક્યો હતો.પંચાયતની વહીવટ ને ગતિશીલ બનાવવા માટે તેમણે અધિકારીઓ ને તાકીદ કરી હતી.