ચુંટણીની પુર્વ તૈયારીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા ભાજપ અંબાજીમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજશે

October 20, 2021

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે એવામાં પ્રદેશ સંગઠની સુચના આધારે મહેસાણા જિલ્લા ભાજપનો તારીખ 22 થી 24 ઓક્ટોબરના રોજ ત્રણ દિવસ સુધી  અંબાજીના ગાયત્રી શક્તિપીઠ ખાતે  પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે. જેમાં જિલ્લા ભાજપના કાર્યકરો ત્રણ દિવસ વર્ગમાં હાજરી આપશે.

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલની સમગ્ર ટીમ દ્વારા આ વર્ગમાં અપેક્ષિત કાર્યકરોને ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમા ફરજિયાત હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ત્રિદિવસીય વર્ગમાં પ્રદેશ કક્ષાએથી જે તે વિષયના અનુભવી વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવશે. બે રાત્રિ રોકાણ સાથેના પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા કારોબારીના સભ્યો જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, સહકારી સંસ્થાઓના ચેરમેનો, મંડળના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહી શકવાની સંભાવના છે. 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0